businessman looted: વેપારીની આંખમાં મરચું પાઉડર ફેંકી ત્રણ શખ્સોએ કરી ₹ 15 લાખની લૂંટ, મોપેડ પર થયા ફરાર – surat businessman were robbed of rs 15 lakh by three unknown accused

[ad_1]

હાઈલાઈટ્સ:

  • વેપારી અને તેમના પૌત્રના ચહેરા પર મરચું ફેંકીને લૂંટી લીધી રૂપિયા ભરેલી બેગ
  • સિટી લાઈટ વિસ્તારમાં શુક્રવારે રાતે 9 વાગ્યાની આસપાસ વેપારી સાથે થઈ લૂંટ
  • અંદરની જ કોઈ વ્યક્તિએ લૂંટનો પ્લાન ઘડ્યો હશે તેવી પોલીસને આશંકા

સુરતઃ શહેરના સિટી લાઈટ વિસ્તાર નજીક શુક્રવારે રાતે કાપડના 80 વર્ષીય વેપારી અને તેમનો પૌત્ર દુકાનેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની સાથે 15.25 લાખની રોકડની લૂંટ થઈ હતી. ત્રણ અજાણ્યા શખ્સો મોપેડ પર ફરી રહ્યા હતા અને કથિત રીતે તેમના ચહેરા પર મરચું પાઉડર ફેંકીને લૂંટ કરી હતી. ઉમરા પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને આ મામલે તપાસ કરી રહી છે.

સંસારની મોહમાયા ત્યજી આધ્યાત્મના માર્ગે 8 સમૃદ્ધ પરિવાર, સુરતમાં લેશે દીક્ષા
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આનંદ લાલચંદ પંજાબી મોટી બેગમવાડીમાં ‘મહિમા ફેશન’ નામની દુકાન ચલાવે છે અને તેમનો 18 વર્ષનો પૌત્ર યશ જેઠાનંદ અબુરાણી ધંધામાં તેમને મદદ કરે છે. શુક્રવારે રાતે, તેઓ બંને રાતે આશરે 9 કલાકે સિટી લાઈટ વિસ્તારમાં આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં ઘરે પરત ફરી રહ્યા હતા.

કોંગ્રેસે કરી માંગ, CBSEની જેમ ધોરણ 10 અને 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવે
જ્યારે તેઓ તીર્થ સ્ટુડિયો પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોપેડ તેમની કાર સામે આવીને ઉભું રહી ગયું હતું અને ચાલકોએ બળજબરીથી વાહન ઉભુ રખાવ્યું હતું. બંને સ્થિતિને સમજે તે પહેલા, એક મોપેડ ચાલકે ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલ્યો હતો અને યશના ચહેરા પર મરચું પાઉડર ફેંકીને થપ્પડ પણ મારી હતી. આ સિવાય તેને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ દરમિયાન, તેના સાથીએ આનંદ લાલચંદના ચહેરા પર પણ મરચું પાઉડર ફેંક્યું હતું. આ બધાની વચ્ચે ત્રીજા સાથીદારે કારમાંથી 15.25 લાખ રૂપિયા રોકડ ભરેલી બે બેગ લૂંટી લીધી હતી અને ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા.

યશે તેના પિતાને ફોન કર્યો હતો, જેઓ બંનેને ઘરે લઈ આવ્યા હતા. આંખમાંથી બળતરા ઓછી થયા બાદ દાદા-પૌત્ર ઉમરા પોલીસ સ્ટેશન ગયા હતા અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને શંકા છે કે, અંદરની જ કોઈ વ્યક્તિએ આ લૂંટ કરાવી હશે અને આરોપીઓ રૂપિયા તેમજ તેમના ડેઈલ રૂટ વિશે જાણતા હશે. આરોપીઓની ઓળખ કરવા માટે પોલીસ તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્ર કરી રહી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *