[ad_1]
હાઈલાઈટ્સ:
- લગ્નના એક દિવસ પહેલાં દુલ્હન પ્રેમી સાથે ભાગી ગઈ
- નશાયુક્ત ચા પીવડાવી માતા સહિત મહિલાઓને બેભાન કરી
- ઘરેથી દાગીના ચોરી પ્રેમી સાથે ભાગી ગઈ દુલ્હન
આ ઘટના ઉત્તર પ્રદેશના ફિરોદાબાદ જિલ્લાની છે. અહીં કૌશલ્યાનગરમાં રહેતી 19 વર્ષીય કામિનીના લગ્ન ઝલકારી ખાતે રહેતાં નરેશ સાથે નક્કી થયા હતા. આજે એટલે કે શનિવારે કામિનીના લગ્ન હતા. ઘરે તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી હતી. લગ્ન પ્રસંગ માટે જમણવારની વાનગીઓ બનાવવાની પણ શરૂઆત થઈ ગઈ હતી. પણ આ વચ્ચે દુલ્હને પોતાના પ્રેમી સાથે ભાગી જવાનું નક્કી કર્યું હતું.
ઘરે લગ્ન હોવાથી તમામ સંબંધીઓ ઘરે જ હતા. જેથી કામિનીએ ઘરેથી ભાગવા માટે મોટો પ્લાન બનાવ્યો હતો. યુવતીએ પોતાની માતા તથા અન્ય ચાર મહિલાઓને ચા બનાવીને આપી હતી. લગ્નના એક દિવસ અગાઉ જ દુલ્હને ચા બનાવીને આપતાં મહિલાઓ પણ આશ્ચર્યચકિત રહી ગઈ હતી. જો કે તેઓને કોઈ વાતની ગંધ આવી ન હતી. અને તેઓએ ચા પી લીધી હતી. પણ ચા પીધા બાદ તમામ મહિલાઓ બભાન થઈ ગઈ હતી.
હકીકતમાં કામિનીએ ચાની અંદર નશીલો પદાર્થ ભેળવી દીધો હતો. જેને કારણે તમામ મહિલાઓ બેભાન થઈ ગઈ હતી. કામિનીની માતા સરોજ સહિતની મહિલાઓ બેભાન થઈ જતાં કામિનીને ઘરેથી ભાગવાનો મોકો મળી ગયો હતો. પણ કામિની ઘરેથી ભાગતાં પહેલાં લગ્ન માટેના તમામ ઘરેણાં પણ ચોરી ગઈ હતી.
જ્યારે મહિલાઓ હોશમાં આવી ત્યારે પરિવારમાં કોહરામ મચી જવા પામ્યો હતો. જે બાદ તમામ મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરિવારજનોએ જણાવ્યું કે, કૌશલ્યાનગરમાં રહેતાં એક યુવક સાથે કામિનીનો ઘણા સમયથી પ્રેમ સંબંધ ચાલતો હતો. અને તેની સાથે જ તે ભાગી ગઈ હતી. જો કે, લગ્નના એક દિવસ પહેલાં દુલ્હન ભાગી જતાં વરરાજાના ભાઈએ જણાવ્યું કે, હવે દુલ્હનની નાની બહેન સાથે લગ્ન કરવાનો વિચાર છે.
[ad_2]
Source link
Leave a Reply