boy swallow whistle: 12 વર્ષનો બાળક સિસોટી ગળી ગયું, 11 મહિના બાદ ડોક્ટરોએ સર્જરી કરી બચાવ્યો જીવ – 12 years old swallow plastic whistle, doctors remove it after 11 months

[ad_1]

હાઈલાઈટ્સ:

  • કોલકાતામાં વેફર્સ ખાતાં સમયે 12 વર્ષનો બાળક સિસોટી ગળી ગયો
  • 11 મહિના બાદ બાળકને શ્વાસમાં લેવામાં તકલીફ પડતાં માતા-પિતા હોસ્પિટલ દોડ્યા
  • ડોક્ટર્સે જટિલ સર્જરી કરીને બાળકના ફેફસામાં ફસાયેલ સિસોટી બહાર કાઢી

કોલકાતામાં 12 વર્ષનો એક બાળક પ્લાસ્ટિકની સિસોટી ગણી ગયો હતો. 11 મહિના સુધી આ સિસોટી બાળકના શરીરમાં જ ફસાયેલી રહી હતી. જો કે, આટલાં મહિનાઓ વીત્યા બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતાં બાળકના માતાપિતા બાળકને લઈને હોસ્પિટલ દોડ્યા હતા. કોલકાતાની સરકારી હોસ્પિટલ એસએસકેએમ દ્વારા બાળક પર સફળ સર્જરી કરીને તેના ફેફસામાં ફસાયેલી સિસોટી બહાર કાઢવામાં આવી હતી અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો.

એસએસકેએમ હોસ્પિટલના ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓટોરહિનોલેરિનગોલોજી અને હેડ એન્ડ નેક સર્જરીના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, કોલકાતાના ઉત્તર 24 પરગણા જિલ્લાના બરઈપુરમાં રહેતો રેહાન લશ્કર બટાકાની વેફર ખાતા સમયે ભૂલથી પ્લાસ્ટિકની સિસોટી ગળી ગયો હતો. સીનિયર ડોક્ટરે જણાવ્યું કે, સિસોટી ગળ્યા બાદ જ્યારે પણ બાળક તેનું મોઢું ખોલતો ત્યારે સિસોટીનો અવાજ નીકળતો હતો. શરૂઆતના સમયમાં તેના માતા-પિતા બાળકની તકલીફને સમજી શક્યા ન હતા. પણ જ્યારે તેઓ નજીકના એક તળાવમાં ગયા ત્યારે રેહાન પાણીની અંદર એક મિનિટ માટે પણ શ્વાસ લઈ શકતો ન હતો. તેને છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
કાનપુર મેચમાં ‘ગુટખા’ ખાતાં યુવાનની ઓળખ થઈ, કહ્યું- મને બદનામ કરાયો
જે બાદ બાળકના પરિવાર દ્વારા તેને શહેરની નેશનલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પણ અહીંના ડોક્ટરોએ બાળકની મદદ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. બાળકના પિતાએ જણાવ્યું કે, અમારા બાળકે આ ઘટના અંગે અમને જાણ કરી ન હતી. અને જ્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી ત્યારે તેણે અમને આ અંગે કહ્યું હતું. જ્યારે ડોક્ટરોએ તેને મદદ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી તો અમે તેની સારવાર માટે તમામ પ્રયાસો કર્યાં હતા, પણ તેની સ્થિતિ સતત વણસતી જઈ રહી હતી. જે બાદ અમે તેને સ્થાનિક ડોક્ટર પાસે લઈ ગયા હતા. તેણે જણાવ્યું કે રેહાનન ઈન્ફેક્શન થયું છે અને તેઓએ બાળકને એસએસકેએમ હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું હતું.

ગુરુવારે એસએસકેએમ હોસ્પિટલના ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓટોરહિનોલેરિનગોલોજી અને હેડ એન્ડ નેક સર્જરીના પ્રોફેસર અરુનભા સેનગુપ્તા અને તેમની ટીમ દ્વારા બાળક પર સર્જરી કરવામાં આવી હતી. સીનિયર ડોક્ટરે જણાવ્યું કે, અમે એક્સ-રે અને સિટી સ્કેનની મદદથી જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, સિસોટી ફેફસાંમાં કયા સ્થાને ફસાઈ છે. અને બાળકની સ્થિતિ સામાન્ય કરવા માટે પ્રથમ તેને દવાઓ આપવામાં આવી હતી. અને તે બાદ સિસોટી બહાર કાઢવાની સર્જરી કરવામાં આવી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *