[ad_1]
હાઈલાઈટ્સ:
- સેટેલાઈટના વંદિત પટેલે ચીનના શાંઘાઈ, ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ડ્રગ્સ મોકલ્યું હતું
- આરોપી વંદિત પટેલે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં 50 જગ્યાએ ડ્રગ્સ પહોંચાડ્યું છે
- 15 નવેમ્બરના રોજ SOGએ બે યુવકની ધરપકડ કરીને ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો
અમદાવાદ ગ્રામીણ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પટેલે ચીન અને ન્યુઝીલેન્ડમાં તેના મિત્રોને ડ્રગ્સવાળા પાર્સલ મોકલ્યા હતા. તેણે યુએસના કેલિફોર્નિયામાંથી ડ્રગ્સનો સોર્સ કર્યો હોઈ શકે છે, જે અંગે તપાસ ચાલી રહી છે.’
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG) એ 15 નવેમ્બરના રોજ વંદિત પટેલ અને એક સહાયક પાર્થ શર્માની ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી રૂ. 3.5 લાખની કિંમતની માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો.
તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે પટેલે ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હતો અને વિવિધ કાર્ગો સેવાઓ છતાં યુએસ અને નેધરલેન્ડ જેવા દેશોમાંથી ડ્રગ્સ ઈમ્પોર્ટ કર્યું હતું. ‘તે કાર્ગો સેવાઓ દ્વારા ડ્રગ્સ મેળવતો હતો અને ડિલિવરી માટે બંધ મકાનો અને દુકાનોના સરનામાં આપતો હતો. તે ડિલિવરીનો ટ્રેક રાખતો હતો અને જ્યારે કુરિયર તે સ્થાનની આસપાસ હોય ત્યારે તે અથવા કોઈ સહાયક પાર્સલ એકત્રિત કરતા હતા’ તેવું એક અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેને ડાર્ક વેબનો ઉપયોગ કરીને લગભગ 100 કિલો ડ્રગ્સની ડિલિવરી મેળવી હતી, જેની કિંમત આશરે 10 કરોડ રૂપિયા છે. કુરિયર વેબસાઇટનો ઉપયોગ કરીને તેણે તાજેતરમાં લગભગ 27 પાર્સલનો ઓર્ડર આપ્યો હતો, જેમાંથી ત્રણની ડિલિવરી કરવામાં આવી હતી અને 24 કસ્ટમ્સ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ કસ્ટમ વિભાગ પાસેથી પણ જપ્ત કરાયેલા પાર્સલ અંગે માહિતી એકઠી કરી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીએ ભૂતકાળમાં દિલ્હી અને મુંબઈમાં ડ્રગ પાર્ટીઓનું આયોજન કર્યું હતું અને તે પોતે 2012થી ડ્રગ્સના વ્યસની હતો. પટેલ ઉપરાંત તેના ત્રણ સાથીઓની પણ પોલીસે ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે.
[ad_2]
Source link
Leave a Reply