[ad_1]
Deepak Bhati | Agencies | Updated: Nov 20, 2021, 10:55 AM
હાઈટેક ડ્રગ્સ રેકેટમાં વંદિત પટેલ અને પાર્થ શર્મા બાદ વધુ બેની ધરપકડ, ડ્રગ્સ ખરીદતા ગ્રાહકોમાં મોટાભાગના કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું

હાઈલાઈટ્સ:
- બોપલમાં થોડા દિવસ પહેલા પોલીસે બે યુવકોની ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી
- ઝડપાયેલા અન્ય બે યુવક ડ્રગ્સના બંધાણી બન્યા બાદ ડ્રગ્સ પેડલર બની ગયા
- આગામી દિવસોમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે
70 ટકા ગ્રાહકોમાં મોટાભાગના કોલેજના વિદ્યાર્થીઓ
પ્રાપ્ત અહેવાલો અનુસાર બોપલમાં વંદિત પટેલ અને પાર્થ શર્મા નામના યુવકોની અમેરિકન ચરસ સહિતના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. જેમાં ઝડપાયેલા વધુ બે યુવકોની પૂછપરછમાં સામે આવ્યું કે, બંને પહેલા વંદિત પાસેતી અંગત વપરાશ માટે ડ્રગ્સ ખરીદતા હતા. બાદમાં મોંધુ ડ્રગ્સ ખરીદવા માટે નાણાની વ્યવસ્થા કરવા માટે જાતે ગ્રાહકોની શોધીને ડ્રગ્સ પેડલર બન્યા હતા. તપાસમાં વંદિત પટેલ પાસેથી ડ્રગ્સ ખરીદતા 70 ટકા ગ્રાહકોમાં મોટાભાગના કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે.
વંદિત પાસેથી ડ્રગ્સ ખરીદીને બીજાને પૂરુ પાડતા હતા
ડ્રગ્સકાંડમાં પકડાયેલા વંદિત પટેલ અને પાર્થ શર્માની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ હુક્કાબાર સંચાલકો તેમજ જૂના ગ્રાહકોને માંગ પ્રમાણે ડ્રગ્સ પૂરું પાડતા હતા. બંનેની પૂછપરછમાં કેટલાક નામો પણ સામે આવ્યા છે. જેના આધારે ઝીલ પરાતે અને વિપુલ ગોસ્વામી નામના યુવકોની ધરપકડ કરી હતી. જેમાં વંદિત પાસેથી ડ્રગ્સ ખરીદીને તેમના ગ્રુપમાં તેમજ અન્ય ગ્રાહકોને પુરુ પાડતા હતા અને બાદમાં તેઓ ડ્રગ પેડલર બની ગયા હતા.
આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા
મીડિયા રિપોર્ટ મુજબ પોલીસને તેમના મોબાઈલ ફોન ડેટા તપાસતા ઘણા ગ્રાહકોના નામ અને મોબાઈલ નંબર તેમજ ઓનલાઈન નાણાં મેળવ્યાની વિગતો પણ મળી છે. ઉપરાંત પોલીસને તપાસમાં વંદિત પટેલના ગ્રાહકોની યાદીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી પ્રીમિયર ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેથી આ કેસમાં આગામી દિવસોમાં હજુ વધુને વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from Iam Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply