[ad_1]
Chintan Rami | I am Gujarat | Updated: Dec 22, 2021, 7:21 PM
શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ પાછી ઠેલવામાં આવી છે

હાઈલાઈટ્સ:
- રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેવામાં શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે
- ધોરણ 9થી 12ની પરીક્ષાઓ પાછી ઠેલવામાં આવી, વિભાગ દ્વારા પરીક્ષાઓ બે સપ્તાહ પાછી ઠેલવામાં આવી
- પરીક્ષા પાછી ઠેલાવાના કારણે વિદ્યાર્થીઓને તૈયારીનો સમય વધારે મળશે
તેવામાં હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ની પરીક્ષા પાછી ઠેલી છે. ધોરણ 9 અને 11ની પરીક્ષા પણ પાછી ઠેલવામાં આવી છે. હવે ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચના બદલે 28 માર્ચે શરૂ થશે. જ્યારે 9 અને 11ની પરીક્ષા 30 માર્ચના બદલે 12 એપ્રિલે શરૂ થશે. આ ઉપરાંત ઉનાળુ વેકેશનની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે બુધવારે જાહેર કર્યું હતું કે, રાજ્યની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં હવે પછી લેવાનારી ધોરણ 9થી 12ની બીજી પ્રિલીમ પરીક્ષા તથા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
9થી 12 ધોરણની પરીક્ષા લંબાઈ હોવાના કારણે 32 લાખ જેટલા વિદ્યાર્થીઓને લાભ થશે. વધુ સમય મળતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ કરવા માટે પણ સમય મળી રહેશે. હવે તેમને તૈયારીઓ માટે બે સપ્તાહ જેટલો વધારાનો સમય મળશે.

નોંધનીય છે કે ઓમિક્રોનના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મંગળવારે ગુજરાતમાં કોરોનાના નવા 87 કેસ નોંધાયા હતા. જ્યારે બે દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં મંગળવારે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં 33 કેસ નોંધાયા હતા. ઓમિક્રોનને લઇને દુનિયાભરની આરોગ્ય સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો ચેતવણી આપી ચૂક્યા છે કે, ઓમિક્રોનને લઇને બેદરકારી સમગ્ર દુનિયાને ભારે પડી શકે છે. તેમના મત મુજબ, ઓમિક્રોન વિશ્વસ્તરે કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply