best mutual funds: Best Mutual Funds: 2022માં રોકાણ કરવા જેવા બેસ્ટ ફોકસ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ કયા છે? – best-focused-mutual-funds-to-invest-in-2022

[ad_1]

હાઈલાઈટ્સ:

  • રોકાણકારો માને છે કે મ્યુચ્યુઅલ ફંડ ઘણા બધા સ્ટોક્સનો ડાઇવર્સિફાઈડ પોર્ટફોલિયો ધરાવતા હોવાથી નબળું વળતર આપે છે.
  • આવા રોકાણકારોએ નવા વર્ષમાં રોકાણ માટે ફોકસ્ડ ઇક્વિટી સ્કીમ્સમાં રોકાણ કરવાનું વિચારવું જોઈએ.
  • ફોકસ્ડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ વધુમાં વધુ 30 શેરના પોર્ટફોલિયોમાં રોકાણ કરી શકે છે

ઘણા રોકાણકારો માને છે કે પોર્ટફોલિયોમાં વધારે પડતી સંખ્યામાં સ્ટોક્સ હોય તો વળતર ઘટી જાય છે. વાસ્તવમાં મ્યુચ્યુઅલ ફંડ્સ સામે તેમની નારાજગીનું કારણ પણ આ જ હોય છે.

તેઓ માને છે કે મ્યુચ્યુઅલ ફંડ ઘણા બધા સ્ટોક્સનો ડાઇવર્સિફાઈડ પોર્ટફોલિયો ધરાવતા હોવાથી તેઓ નબળું વળતર આપે છે. આવા રોકાણકારોએ નવા વર્ષમાં રોકાણ માટે ફોકસ્ડ ઇક્વિટી સ્કીમ્સમાં રોકાણ કરવાનું વિચારવું જોઈએ.

સેબીના નિયમો પ્રમાણે ફોકસ્ડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ વધુમાં વધુ 30 શેરના પોર્ટફોલિયોમાં રોકાણ કરી શકે છે. રોકાણની બાબત આવે ત્યારે આ સ્કીમ્સ માટે કોઈ નિયંત્રણો નથી હોતા. જેમ કે ફ્લેક્સી કેપ સ્કીમ્સ કોઈ પણ માર્કેટ કેપિટલાઇઝેશન અને સેક્ટરમાં રોકાણ કરી શકે છે. આવી ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી તમને અપીલ કરતી હોય તો તમે ફોકસ્ડ ઇક્વિટી સ્કીમ્સ અંગે વધુ જાણી શકો છો.

તમે જોઈ શકો છો કે આવી સ્કીમ કોન્સિન્ટ્રેટેડ પોર્ટફોલિયો ધરાવે છે. એટલે કે ફંડ મેનેજર પોતાને જે શેરમાં ભરોસો હોય તેના આધારે સ્ટોક પસંદ કરે છે. જો નિર્ણય સાચો રહે તો આવા રોકાણમાં જોરદાર વળતર મળી શકે છે. જોકે, આ રોકાણ નીતિમાં અમુક જોખમો પણ હોય છે. જો ફંડ મેનેજરની ગણતરી ખોટી પડે તો સ્કીમના વળતરમાં તીવ્ર ઘટાડો થશે. આવી સ્થિતિમાં ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો વધુ સારું વળતર આપી શકે છે.

તમે વધુ જોખમ લેવા તૈયાર હોવ અને લગભગ સાત વર્ષ સુધી રોકાણ જાળવી રાખવું હોય તો આ સ્કીમ્સમાં રોકાણ કરો. અહીં અમે કેટલાક ફોકસ્ડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની ભલામણ કરી છે.

બેસ્ટ ફોકસ્ડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સઃ

1. એક્સિસ ફોકસ્ડ 25 ફંડ

2. IIFL ફોકસ્ડ ઇક્વિટી ફંડ

3. SBI ફોકસ્ડ ઇક્વિટી ફંડ

4. મોતીલાલ ઓસ્વાલ ફોકસ્ડ 25 ફંડ

પસંદગી કરવાની મેથડઃ

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને અલગ તારવવા માટે નીચેની પદ્ધતિનો ઉપયોગ થયો છેઃ

1. મીન રોલિંગ મેથડઃ તેમાં છેલ્લા ત્રણ વર્ષ માટે ડેઈલી રોલ કરવામાં આવે છે.

2. સાતત્યઃ છેલ્લા ત્રણ વર્ષનો દેખાવ જોવામાં આવે છે.

3. આઉટપરફોર્મન્સઃ તેમાં જેન્સેનના આલ્ફાને ધઅયાનમાં લેવાય છે. આલ્ફા ઊંચો હોય તો તે દર્શાવે છે કે પોર્ટફોલિયો પરફોર્મન્સે બજારમાં આગાહી કરાયેલા રિટર્ન કરતા વધુ વળતર આપ્યું છે

4. ડાઉનસાઇડ રિસ્કઃ આ ગણતરી માટે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે આપેલા નેગેટિવ વળતરને જ ધ્યાનમાં લેવાયું છે.

5. એસેટ સાઇઝઃ ઇક્વિટી ફંડ્સ માટે રૂ.50 કરોડથી વધુ એસેટ હોય તેને જ ધ્યાનમાં લેવાયા છે.

20થી વધુ સેક્ટર્સની એક્સક્લુઝિવ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વાંચો ઈકોનોમિક ટાઈમ્સ. સબસ્ક્રાઈબ કરવા માટે ક્લિક કરો.

Disclaimer: આ લેખનો હેતુ માત્ર માહિતી આપવા માટેનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link