[ad_1]
હાઈલાઈટ્સ:
- BSE પર શેરની 52 સપ્તાહની ઊંચ સપાટી રૂ. 1,580.80 અને 52 સપ્તાહની નીચી સપાટી રૂ. 333.45 નોંધાઈ છે.
- સપ્ટેમ્બર 2020માં કંપની એનએસઈ અને બીએસઈ પર અનુક્રમે રૂ. 350 અને રૂ. 351ના ભાવે લિસ્ટેડ થઈ હતી
- તેની ઈશ્યુ કિંમત પ્રતિ ઈક્વિટી શેર રૂ. 165-166ની હતી. આમ લિસ્ટિંગ સમયથી જ રોકાણકારોને કમાણી કરાવી છે.
સપ્ટેમ્બર 2020માં કંપની એનએસઈ અને બીએસઈ પર અનુક્રમે રૂ. 350 અને રૂ. 351ના ભાવે લિસ્ટેડ થઈ હતી જેની સામે તેની ઈશ્યુ કિંમત પ્રતિ ઈક્વિટી શેર રૂ. 165-166ની હતી. લિસ્ટિંગ સમયે જ કંપનીને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો કારણ કે કંપની પાસે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે અશોક સૂતા જેવા મોટા નામો કંપનીના સમર્થનમાં હતા. તેઓ માઇન્ડટ્રીના ટોચના 10 સ્થાપકોમાંના એક છે અને ભારતીય IT ઉદ્યોગના અગ્રણી લીડર તરીકે તેમનું નામ વ્યાપકપણે ઓળખાય છે.
લિસ્ટિંગ પછીના આ એક વર્ષમાં કંપનીએ તેના ક્લાઉડ અને ડિજીટલમાં કામકાજના વ્યવસાયને કારણે તેના શેરધારકોને આકર્ષક વળતર આપ્યું છે. જ્યાં કોવિડ પછીની દુનિયામાં વિશાળ કોર્પોરેટ રોકાણની અપેક્ષા છે. ત્યારે ડિજિટલ બિઝનેસમાં વૃદ્ધિની અપાર તક છે કારણ કે ઘણા વ્યવસાયો ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહ્યા છે. ક્લાઉડ, સિક્યોરિટી અને એનાલિટિક્સ જેવી સેવાઓ કંપનીની આવકના 97% જેટલો મોટો હિસ્સો ધરાવે છે અને તેથી તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે કંપનીને ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત IT કંપનીઓની સરખામણીમાં ડિજિટલ સર્વિસ ફર્મ તરીકે અનુકૂળ ગણવામાં આવે છે.
Q2FY22 માં બેંગલુરુ સ્થિત આ આઈટી કંપનીએ પોતાની પ્રગતિની ગતિને જાળવી રાખી, તેમ છતા મજબૂત માંગની સ્થિતિથી પ્રેરિત વધુ એક ક્વાર્ટરમાં શાનદાર વૃદ્ધિ જોવા મળી હતી. IT ફર્મે ઓપરેટિંગ આવકની જાણ કરી હતી જે 8.0% QoQ અને 44.9% ની વાર્ષિક વૃદ્ધિ નોંધાવીને US$ 35.8 મિલિયન હતી. ભારતીય રૂપિયામાં, આવક 8.1% QoQ અને 44.7% ના વાર્ષિક ધોરણે વધીને રૂ. 264.53 કરોડ હતી. EBITDA અને PAT બંને અનુક્રમે 42% અને 30.4% જેટલા પ્રભાવશાળી રીતે વધ્યા હતા. કંપનીએ તે ક્વાર્ટરમાં આઠ નવા ક્લાયન્ટ પોતાના ગ્રાહક લિસ્ટમાં ઉમેર્યા હતા અને 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ ક્લાયન્ટ બેઝ 186 હતો. ઉત્તર અમેરિકા કંપનીની આવકમાં 66% ફાળો આપે છે જ્યારે ભારત 13% હિસ્સો આપે છે.
મંગળવારે સવારે 11 વાગ્યે BSE પર 0.67% અથવા રૂ. 8.85 પ્રતિ શેર ઘટીને રૂ. 1310.15 પર ટ્રેડ થઈ રહ્યો છે. BSE પર શેરની 52 સપ્તાહની ઊંચ સપાટી રૂ. 1,580.80 અને 52 સપ્તાહની નીચી સપાટી રૂ. 333.45 નોંધાઈ છે.
Disclaimer: ઉપરોક્ત આર્ટિકલ TIL દ્વારા DSIJ વતી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તેમાં આપેલી કોઈપણ વિગતો સાથે TIL જવાબદાર નથી. માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની યોગ્ય રીતે ખરાઈ કરી લેવા વિનંતી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
[ad_2]
Source link