[ad_1]
હાઈલાઈટ્સ:
- એવલાન્ચ ટોકન (AVAX) રવિવારે તેની રેકોર્ડ કિંમત 144.96 ડોલર (અંદાજીત 10,780 રૂપિયા) પર પહોંચી ગયો હતો
- આ ટોકન 29 બિલિયન ડોલરની માર્કેટ વેલ્યુ પ્રમાણે ક્રિપ્ટોકરન્સીમાં 11માં સ્થાને છે, જે ડોજકોઈન-શિબા ઈનુની વચ્ચે છે
- એવા લેબ્સે ડેલોઈટ સાથે મળીને વધુ અસરકારક ડિઝાસ્ટર રિલીફ પ્લેટફોર્મ્સ બનાવવા માટે ભાગીદારી કરી છે
એવલાન્ચ ટોકન (AVAX) રવિવારે તેની રેકોર્ડ કિંમત 144.96 ડોલર (અંદાજીત 10,780 રૂપિયા) પર પહોંચી ગયો હતો. જોકે, બાદમાં આ કિંમતમાં હજી થોડો વધારો નોંધાયો હતો. કોઈનજેકો પ્રમાણે હાલમાં આ ટોકન 29 બિલિયન ડોલરની માર્કેટ વેલ્યુ પ્રમાણે ક્રિપ્ટોકરન્સીમાં 11માં સ્થાને એટલે કે ડોજકોઈન અને શિબા ઈનુ વચ્ચે આવી ગયો છે.
આ ટોકન બનાવનાર એવા લેબ્સે (Ava Labs) ગત સપ્તાહે ડેલોઈટ સાથે મળીને વધુ અસરકારક ડિઝાસ્ટર રિલીફ પ્લેટફોર્મ્સ બનાવવા માટે ભાગીદારી કરી હતી અને ત્યારબાદ તેની કિંમતમાં મોટો ઊછાળો જોવા મળ્યો છે. ક્રિપ્ટો-ડેરિવેટિવ્સ એક્સચેન્જ એફટીએક્સના જોનાથન ચીઝમેને જણાવ્યું હતું કે, ઈથેરિયમને ટક્કર આપી શકે તેવું આ વધુ એક ઝડપી અને સસ્તુ ઉદાહરણ છે.
એવા લેબ્સની એક પોસ્ટ પ્રમાણે એવલાન્ચ બ્લોકચેન ફેડરલ ઈમર્જન્સી મેનેમેન્જ એજન્સી ફન્ડિંગની સુરક્ષા, ઝડપ અને સચોટતામાં વધારો કરશે. જેનાથી સ્થાનિક સરકારી અધિકારીઓને ડિઝાસ્ટર રિમ્બર્સમેન્ટ એપ્લિકેશન્સને સ્ટ્રીમલાઈન કરવામાં મદદ મળશે.
છેલ્લા 30 દિવસમાં એવલાન્ચે રોકાણકારોના રૂપિયાને બે ગણા કરી આપ્યા છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં તેમાં 3,000 ટકા કરતા પણ વધારેનો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ ભયંકર વોલેટાઈલ છે અને તેમાં ઝડપથી ઉતાર-ચઢાવ જોવા મળે છે. દાખલા તરીકે કાર્ડાનોના એડીએ ટોકનમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં રેકોર્ડ ઉછાળા બાદ 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે પોલકાડોટ થોડા સપ્તાહ અગાઉ હાઈ પર પહોંચ્યો હતો જેમાં હાલમાં 25 ટકાનો ઘટાડો થયો છે.
[ad_2]
Source link
Leave a Reply