Avalanche (AVAX) Token: એક વર્ષમાં આપ્યું 4,500% રિટર્ન, શું આ ક્રિપ્ટોકોઈન હજી પણ કમાણી કરાવી શકે છે? – avalanche avax rally 4500 percent in one year should you invest or not in this ethereum killer

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ક્રિપ્ટો માર્કેટમાં નબળાઈ હોવા છતાં એવલાન્ચ (AVAX) કોઈને સપાટો બોલાવી દીધો છે
  • ગત 22 ડિસેમ્બરે આ ટોકનની કિંમત 2.91 ડોલર હતી જે હાલમાં 127.42 ડોલર પહોંચી ગઈ છે
  • છેલ્લા કેટલાક સપ્તાહમાં આ ટોકનમાં 80 ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો

ક્રિપ્ટોકરન્સીમાં છેલ્લા ઘણા સમયથી કડાકો બોલાયો છે અને મોટા ભાગના કોઈનની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ક્રિપ્ટો માર્કેટમાં નબળાઈ હોવા છતાં એવલાન્ચ (AVAX) કોઈને સપાટો બોલાવી દીધો છે અને તે ટોપ-10 ડિજિટલ ટોકન્સમાં સામેલ થઈ ગયો છે. તે માટે તેનું પ્રદર્શન જવાબદાર છે.

માર્કેટમાં નબળાઈ અને વોલેટાઈલ હોવા છતાં રોકાણકારોએ એવલાન્ચની ખરીદી કરી હતી. એવલાન્ચ લેયર-વન બ્લોકચેન છે જે ડિસેન્ટ્રલાઈઝ્ડ એપ્લિકેશન્સ અને કસ્ટમ બ્લોકચેન નેટવર્ક્સ માટેના પ્લેટફોર્મ તરીકે કામે કરે છે. આ કોઈનને ઈથેરિયમનો હરીફ ગણવામાં આવે છે.
Metro Brandsનું ફ્લોપ લિસ્ટિંગ: ઝુનઝુનવાલાની કંપનીનો શેર હાલના ભાવે ખરીદાય?કોઈનમાર્કેટકેપના ડેટા પ્રમાણે એવલાન્ચનું માર્કેટ કેપ 30.2 બિલિયન ડોલરથી પણ વધુનું છે અને આ સાથે જ તેણે પોલ્કાોટ અને ડોજકોઈન જેવા કોઈનને પાછળ રાખી દીધા છે. છેલ્લા એક વર્ષમાં આ ટોકનમાં 4,200 ટકાથી વધારેનો ઉછાળો જોવા મળ્યો છે. ગત 22 ડિસેમ્બરે આ ટોકનની કિંમત 2.91 ડોલર હતી જે હાલમાં 127.42 ડોલર પહોંચી ગઈ છે. જોકે, ગત સપ્તાહે તે તેની સર્વોચ્ચ સપાટીએ 134.53 ડોલર હતી એટલે કે તેમાં 4,500 ટકાનો વધારો નોંધાયો હતો.

છેલ્લા કેટલાક સપ્તાહમાં આ ટોકનમાં 80 ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો. 22 ડિસેમ્બર 2021ના ભારતીય સમય પ્રમાણે સવારે 11.40 વાગ્યે આ ટોકનમાં ગત સપ્તાહની તુલનામાં 35 ટકાનો વધારો નોંધાયો છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે ફંડામેન્ટલી અને ટેક્નિકલી બ્લોકચેનના ગ્રોથને જસ્ટિફાય કરવાના કેટલાક કારણો છે. ટાયખે બ્લોક વેન્ચર્સના પાર્ટનર ગણેશ કોમ્પેલ્લાએ જણાવ્યું હતું કે, એવલાન્ચ ઈથેરિયમનો વિકલ્પ બની શકે છે. આ ઝડપથી વિકસી રહેલું સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ પ્લેટફોર્મ્સ છે. આ ટોકન આગામી સયમમાં તેનો નવો હાઈ બનાવી શકે છે.
Expert’s advice: આગામી 4-5 વર્ષમાં કયા બ્લૂચીપ શેર્સના ભાવ ડબલ થઈ શકે?ઈન્ડિયા બ્લોકચેન એલાયન્સના ફાઉન્ડર રાજ એ કપૂરે જણાવ્યું હતું કે, એવલાન્ચના ફંડામેન્ટલ્સ ઝડપથી વિસ્તરી રહેલા DeFi ઈકોસિસ્ટમ અને ઈથેરિયમ નેટવર્ક માટે નવા લો-કોસ્ટ બ્રિજ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે કહ્યું હતું કે ઝડપથી વિસ્તરી રહેલી DeFi ઈકોસિસ્ટમ અને એવલાન્ચ બ્રિજને ઈથેરિયમ પર છોડવાથી તેને ટેકો મળી રહ્યો છે.

કપૂરના જણાવ્યા પ્રમાણે આ સ્પષ્ટ સંકેત છે કે બ્લોકચેન નેટવર્ક અને એવલાન્ચ ટોકન ઝડપથી મજબૂત રોકાણ મેળવી રહ્યા છે. જ્યારે કોમ્પેલ્લાએ જણાવ્યું હતું કે, જોકે, આપણે રાહ જોવી પડશે અને તેના પર નજીકથી નજર રાખવી પડશે કારણ કે ભૂતકાળમાં પણ ઘણી L1 ચેન આવી અને ગઈ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *