[ad_1]
હાઈલાઈટ્સ:
- કેબિનેટની મિટિંગ પૂરી થયા બાદ અસિત વોરા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મુલાકાત
- સરકાર અને ભાજપનું એક જ રટણ, વોરા સામે કોઈ પુરાવા અત્યારસુધી નથી મળ્યા
- રદ કરાયેલી હેડ ક્લાર્કની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાની તૈયારી
સીએમને મળ્યા બાદ સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નીકળેલા અસિત વોરાને પત્રકારોએ ઘેરી લઈને સવાલો પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે સીએમ સાથે માત્ર શુભેચ્છા મુલાકાત કરી હોવાનું જણાવી બીજું કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો. પેપર લીક થયું હોવાની સરકારની સત્તાવાર કબૂલાત બાદ હેડ ક્લાર્કની પરીક્ષા પણ રદ કરવાની જાહેરાત કરાઈ હતી. આ પરીક્ષા માર્ચ 2022માં લેવાઈ શકે છે. જેના માટે પેપર લીક જેવી કોઈ ઘટના ન બને તે માટે જડબેસલાક વ્યવસ્થા કરાઈ હોવાનો સરકારનો દાવો છે.
પેપર લીક કૌભાંડનો ભાંડો ફોડનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ અસિત વોરાને તેના માટે જવાબદાર ઠેરવ્યા હતા. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા પણ આ મામલે સરકાર વિરુદ્ધ દેખાવો કરીને અસિત વોરાને હટાવવાની માગ કરી હતી. આમ, વધતા દબાણ વચ્ચે આખરે અસિત વોરાને હટાવવાનો સરકારે નિર્ણય લેતા આજે તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. અસિત વોરાના કાર્યકાળમાં પેપર ફુટવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ તેમના પર આ બાબતને લઈને ગંભીર આક્ષેપ થઈ ચૂક્યા છે. જોકે, અત્યારસુધી વોરા પોતાની ખુરશી બચાવવામાં સફળ રહ્યા છે.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં 88,000 ઉમેદવારો બેઠા હતા. જોકે, આ પરીક્ષાનું લીક થયેલું પેપર 40થી વધુ ઉમેદવારોને 10-12 લાખ રુપિયામાં વેચાયું હોવાના આક્ષેપ થયા છે, જેની તપાસ ચાલુ છે અને પોલીસે કેટલાક આરોપીની ધરપકડ કરીને તેમના રિમાન્ડ પણ મેળવ્યા છે. આ પેપર જ્યાં તેનું પ્રિન્ટિંગ થયું તે પ્રેસમાંથી જ લીકેજ હોવાનું અત્યારસુધીની તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મંગળવારે જણાવ્યું હતું કે અસિત વોરા સામે જો પુરાવા મળશે તો ચોક્કસ તેમની સામે પણ પગલાં લેવાશે.
પેપર લીક કાંડમાં તપાસ કરી રહેલી પોલીસ મોટાં માથાંને બચાવી રહી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. એટલું જ નહીં, આરોપીઓ વિરુદ્ધ જે કલમ લગાવાઈ છે તે હળવી છે તેવો પણ આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે. આ મામલે જ બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ કમલમનો ઘેરાવ કરીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં તેના કાર્યકરો સાથે મારામારી પણ થઈ હતી, અને ત્યારબાદ ઈસુદાન અને ગોપાલ ઈટાલિયા સહિતના પક્ષના નેતાઓને પોલીસે અટકાયતમાં લીધા હતા, હાલ તે તમામ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
[ad_2]
Source link
Leave a Reply