[ad_1]
આ પરિક્રમા શરૂ થતાં મા અંબાનાં દર્શને આવતાં માઈભક્તો એક જ જન્મમાં 51 શક્તિપીઠોનાં દર્શનનો લ્હાવો લઈ શકશે. શાસ્ત્રોમાં 51 શક્તિપીઠનું ખૂબ જ મહત્વ કહેવામાં આવ્યું છે.

હાઈલાઈટ્સ:
- આગામી વર્ષે શિયાળામાં એટલે કે ફેબ્રુઆરી-માર્ચ 2022માં પરિક્રમા શરૂ થાય તેવું મંદિર ટ્રસ્ટનું આયોજન
- ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમા 5 દિવસ ચાલે છે જ્યારે ગબ્બરની પરિક્રમા કરતાં 3-4 કલાક જ લાગશે.
- ગબ્બરના ડુંગર પર તમામ 51 શક્તિપીઠોની પ્રતિકૃતિ વિકસાવવામાં આવી છે. માઈ ભક્તોને મળશે લ્હાવો.
બનાસકાંઠાના કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ (SAAMDT) ના અધ્યક્ષ આનંદ પટેલે જણાવ્યું હતું કે, “અમે યાત્રાળુઓને આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચથી 51 શક્તિપીઠની પરિક્રમા કરવા દેવાની યોજના બનાવીએ છીએ.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘આ કદાચ પ્રથમ સ્થાન હશે જ્યાં મા અંબાના ભક્તો પરિક્રમા દ્વારા શક્તિપીઠોની સંપૂર્ણ યાત્રા લઈ શકશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ તારીખ જાહેર કરવામાં આવશે. આ સમય સુધીમાં, વર્ષોથી જર્જરિત થયેલા પગથિયાંને પુનઃસ્થાપિત કરવાનું કામ પૂર્ણ થશે.’
લગભગ રૂ. 61.57 કરોડના ખર્ચે તમામ 51 શક્તિપીઠની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. અંબાજી ખાતે ગબ્બર પર આ અનોખો પ્રોજેક્ટ આકાર આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 2008માં કરવામાં આવ્યો હતો અને 47 મંદિરની પ્રતિકૃતિઓ અને ત્રણ ગુફાઓ સ્થાપવાનું કામ 2014માં પૂર્ણ થયું હતું. દંતકથા અનુસાર તમામ શક્તિપીઠોની મુલાકાત લેવી એ અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન છે. પરિક્રમામાં લગભગ ત્રણથી ચાર કલાકનો સમય લાગવાની ધારણા છે અને મંદિરના સત્તાવાળાઓ યાત્રાળુઓને વર્ષમાં ત્રણથી ચાર દિવસના સમયગાળામાં આ યાત્રા કરવા દેવાનું આયોજન કરી રહ્યા છે. આ 51 શક્તિપીઠો માટે મંદિરના પૂજારીઓને દેવી અંબાના આ મંદિરો પર આરતીની વિધિ કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા અને મૂર્તિઓનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.
ભારતીય શાસ્ત્રો અનુસાર, અંબિકા જંગલમાં આરાસુરની પહાડીઓમાં સરસ્વતી નદીના કિનારે આવેલું ગબ્બર તીર્થ ભારતના 51 શક્તિપીઠોમાંનું એક છે. હવે અહીં દેવી અંબાના ભક્તો શક્તિપીઠો અથવા મંદિરોની સંપૂર્ણ યાત્રા કરી શકે છે કારણ કે તેમની પ્રતિકૃતિઓ લગભગ એક દાયકા પહેલા, પગથિયાંની નજીક બનાવવામાં આવી હતી. આ પ્રતિકૃતિઓમાં પાકિસ્તાનમાં હિંગુલા, બાંગ્લાદેશમાં ચટ્ટલ, કર્તોપાટટ અને સુગંધા, શ્રીલંકામાં ઈન્દ્રાક્ષી, નેપાળમાં ગંડકી અને ગુહ્યશ્વરી પીઠ અને તિબેટમાં માનસરોવરનો સમાવેશ થાય છે. “ઘણા ભક્તો 51 શક્તિપીઠો વિશે જાણતા નથી અને પરિક્રમા તેમના વિશે માહિતી આપવામાં મદદ કરશે. ભવિષ્યમાં, અમે અંબાજીમાં દરેક શક્તિપીઠ પર યજ્ઞો યોજવા અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ હાથ ધરવાની પણ યોજના બનાવીશું.” પટેલના જણાવ્યા અનુસાર.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from Iam Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply