Aishwarya Sharma: ઉજ્જૈનમાં લગ્ન કરશે ‘વિરાટ’-‘પાખી’, ઐશ્વર્યા શર્માની બહેનપણીઓએ યોજી બેચલરેટ પાર્ટી – ghum hai kisikey pyaar meiin actress aishwarya sharma to tie knot with neil bhatt on 30th november

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં નીલ ભટ્ટ વિરાટ અને ઐશ્વર્યા શર્મા પાખીના રોલમાં જોવા મળે છે.
  • નીલ અને ઐશ્વર્યા આ શોના સેટ પર જ પ્રેમમાં પડ્યા હતા અને તેમણે સગાઈ કરી હતી.
  • ઐશ્વર્યા માટે તેની બહેનપણીઓએ બેચલરેટ પાર્ટી રાખી હતી.

બોલિવુડ અને ટેલિવુડમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. એક પછી એક સેલિબ્રિટીના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે. આ યાદીમાં હવે વધુ એક નામ ઉમેરાયું છે. સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના લવબર્ડ્સ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. 30 નવેમ્બરે ઉજ્જૈનમાં ઐશ્વર્યા અને નીલ લગ્ન કરવાના છે. હાલમાં જ ઐશ્વર્યાના મુંબઈ સ્થિત ઘરે તેની બેચલરેટ પાર્ટી યોજાઈ હતી જેના વિડીયો એક્ટ્રેસે શેર કર્યા છે.

અનુષ્કા-આદિત્ય સિલની સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટ પર ચોંટી સૌની નજર, ફ્રેન્ડ્સ સાથે કર્યો ધમાકેદાર ડાન્સ

ઐશ્વર્યાએ બેચલરેટ પાર્ટીની ઝલક બતાવતો વિડીયો શેર કરતાં લખ્યું, “આ તદ્દન અપેક્ષિત નહોતું. આ અદ્ભૂત સરપ્રાઈઝ માટે આભાર મિત્રો. મેં ખૂબ એન્જોય કર્યું, તમે મારો ખુશ ચહેરો જોઈ શકો છો.” જણાવી દઈએ કે, બ્રાઈડ ટુ બી ઐશ્વર્યાએ બેચલરેટ પાર્ટીમાં પિંક ટી શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. તેની બહેનપણીઓ તેના માટે કેક લાવી હતી અને ઘર સજાવ્યું હતું. પાર્ટીના વિડીયોમાં નીલની ઝલક પણ જોઈ શકાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઐશ્વર્યા અને નીલ 2 ડિસેમ્બરે મુંબઈમાં ઈન્ડસ્ટ્રીના તેમના મિત્રો માટે રિસેપ્શન યોજવાના છે.

જણાવી દઈએ કે, થોડા મહિનાઓ પહેલા નીલ અને ઐશ્વર્યાએ રોકા સેરેમનીની તસવીરો શેર કરીને પોતાની રિલેશનશીપ ઓફિશિયલ કરી હતી. ઐશ્વર્યા અને નીલની મુલાકાત ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર થઈ હતી. તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. તેમણે પરિવારની હાજરીમાં જ સગાઈ કરીને રિલેશનશીપને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો નિર્ણય કર્યો હતો.

નીલ અને ઐશ્વર્યા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. થોડા મહિના પહેલા જ ઐશ્વર્યાએ નીલના નામનું ટેટૂ પોતાના કાંડા પર બનાવડાવ્યું હતું. નીલના બર્થ ડે પર તેણે આ ટેટૂ બનાવડાવ્યું હતું. ત્યારે નીલે તેને સૌથી સારી ગિફ્ટ ગણાવીને તેનો આભાર માન્યો હતો.

શોની વાત કરીએ તો, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં નીલ વિરાટ નામના પોલીસ ઈન્સ્પેક્ટરનો રોલ કરે છે. જ્યારે ઐશ્વર્યા તેની એક્સ-ગર્લફ્રેન્ડ પાખીના રોલમાં છે. તેણે સીરિયલમાં નીલના ભાઈ સાથે લગ્ન કર્યા છે.

નીતૂ કપૂરની કમબેક ફિલ્મ ‘જુગ જુગ જિયો’ની રિલીઝ ડેટ જાહેર, વર-વધૂ તરીકે દેખાયા વરુણ-કિયારા

આ વર્ષની શરૂઆતમાં નીલ અને ઐશ્વર્યા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે તેમણે એકબીજાને સપોર્ટ સિસ્ટમ ગણાવ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ કહ્યું હતું, “આ સમયગાળા દરમિયાન મારી પાસે મજબૂત સપોર્ટ સિસ્ટમ હતી. શું કરવું અને શું ના કરવું તેનું માર્ગદર્શન મને નીલ આપતો હતો. નીલ મારી સામે ના હોઈને પણ મારી સાથે હતો.”



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *