[ad_1]
હાઈલાઈટ્સ:
- એરટેલનો 79નો બેઝ પ્લાન હવે 99 રૂપિયાનો થયો, 50 ટકા વધારે ટોક ટાઈમ મળશે
- એરટેલનો બેઝ પ્લાન રૂ. 20 મોંઘો થયો, સૌથી મોંઘા પ્લાનમાં 501 રૂપિયાનો વધારો
- એરટેલનો પ્રિપેઈડ પ્લાન્સ રિલાયન્સ જિયોની સરખામણીએ 30થી 50 ટકા સુધી મોંઘો
કંપનીએ જણાવ્યું કે, તેનો 79નો બેઝ પ્લાન હવે 99 રૂપિયાનો થઈ ગયો છે. જેમાં 50 ટકા વધારે ટોક ટાઈમ મળશે. આ રીતે 149નો પ્લાન હવે 179 રૂપિયામાં પડશે. જેમાં 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ, રોજના 100 એસએમએસ અને કુલ 2 જીબી ડેટા મળશે. આ રીતે 219નો પ્લાન હવે 265 રૂપિયાનો થઈ ગયો છે. જેમાં 28 દિવસની વેલિડિટી સાથે રોજ 100 એસએમએસ અને 1 જીબી ડેટા મળશે.
એરટેલ VS જિયો
એરટેલનો બેઝ પ્લાન 20 રૂપિયા મોંઘો થયો છે. તો સૌથી મોંઘા પ્લાનમાં 501 રૂપિયાનો વધારો થયો છે. કંપનીનો સૌથી મોંઘો પ્લાન અત્યાર સુધીમાં 2498 રુપિયનો હતો. જે હવે 2999 રૂપિયાનો થઈ ગયો છે. આ પ્લાનમાં એક વર્ષ સુધી અનલિમિટેડ કોલિંગ, રોજના 100 એસએમએસ અને 2 જીબી ડેટા મળે છે.
આ વધારા બાદ એરટેલનો પ્રિપેઈડ પ્લાન્સ રિલાયન્સ જિયોની સરખામણીએ 30થી 50 ટકા સુધી મોંઘો થઈ ગયો છે. જિયોનો 2 જીબી ડેટા અને 28 દિવસની વેલિડિટીવાળો પ્લાન 129 રુપિયાનો છે. જ્યારે એરટેલના આ પ્લાનની કિંમત 179 રુપિયા છે. આ રીતે જિયોનો રોજનો 1.5 જીબી ડેટા અને 84 દિવસની વેલિડિટીવાળો પ્લાન 555 રૂપિયા છે, તો એરટેલના ગ્રાહકોને આના માટે રૂપિયા 719 ચૂકવવા પડશે.
હજુ પણ વધી શકે છે ટેરિફ
એરટેલે એક નિવેદનમાં કહ્યું કે, એવરેજ રેવન્યૂ પર યૂઝર 200 રુપિયા હોવો જોઈએ અને તેને વધારીને 300 રૂપિયા પહોંચાડવો જોઈએ. જેથી કંપનીઓએ રોકાણ કરેલી મૂડી પર યોગ્ય રિટર્ન મળી શકે. કંપનીનો તર્ક છે કે હેલ્થી બિઝનેસ મોડલ માટે આ જરૂરી છે. આ સાથે કંપનીએ એવું પણ કહ્યું કે, એઆરપીયૂના આ સ્તર પર આવવાથી નેટવર્ક અને સ્પેક્ટ્રમ માટે જરૂરી રોકાણ મળશે. સાથે જ આનાથી કંપનીને દેશમાં 5જી સર્વિસ શરૂ કરવા માટે સાધનો મળી શકશે. એટલા માટે કંપનીએ ટેરિફ વધારોનો નિર્ણય લીધો છે.
એરટેલ પછી હવે અન્ય કંપનીઓ પણ ટેરિફ રેટમાં વધારો કરી શકે છે. ખાસ કરીને દેવા સામે ઝઝૂમી રહેલી વોડાફોન આઈડિયા તેના પ્રિપેઈડ રેટને મોંઘો કરી શકે છે. જો કે, કંપનીઓ દ્વારા ટેરિફ રેટ વધારાતા એક વાર ફરી ફોકસ ક્વોલિટી ઓફ સર્વિસીસની તરફ શિફ્ટ થઈ શકે છે.
કેપ, ગોગલ્સ, ટીશર્ટ અને ટ્રાઉઝર વરુણ ધવનનો બોય્ઝ માટે કૂલ ફેશન મંત્ર
[ad_2]
Source link
Leave a Reply