[ad_1]
હાઈલાઈટ્સ:
- ઈન્દોરમાં બેબી ડાયપરમાં 10 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ લઈને આવેલી એર હોસ્ટેસની ધરપકડ
- છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ઈન્દોરમાં અંદાજે 2 કિલો જેટલું ડ્રગ્સ સપ્લાય કરી ચૂકી છે
- એર હોસ્ટેસ હતી ત્યારે ડ્રગ્સની લત લાગી, બાદમાં ડ્રગ્સની હેરાફેરી કરવા લાગી
બાતમીના આધારે પોલીસે યુવતીને ઝડપી
મધ્ય પ્રદેશના ઈન્દોરના પોલીસ કમિશનર હરિનારાયણચારી મિશ્રએ ચારેક દિવસ પહેલાં નાર્કો હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. આ હેલ્પલાઈન નંબર પર યુવતી ડ્રગ્સ લઈને આવતી હોવાની જાણકારી આપવામાં આવી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઈન્દોરના ઈમલી ચાર રસ્તા બસ સ્ટેન્ડ પાસે યુવતીને ઝડપી પાડવામાં આવી હતી.
યુવતી પાસેથી ડાયપરમાં છૂપાવેલું 10 લાખનું એમડી ડ્રગ્સ મળી આવ્યું
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા યુવતીની બેગ ચેક કરવામાં આવી હતી. જેમાં બાળકના ડાયપરમાં છુપાવેલું 100 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત 10 લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. યુવતીની વધુ પૂછપરછ કરવામાં આવતાં તેણે પોતાનું નામ માનસી જણાવ્યું હતું અને તે મુંબઈની રહેવાસી હોવાનું જણાવ્યું હતું, સાથે તેણે કહ્યું હતું કે, તેના પતિ મહારાષ્ટ્રના પુણેના છે.
એર હોસ્ટેસ હતી ત્યારે ડ્રગ્સની લત લાગી, બાદમાં હેરાફેરી કરવા લાગી
પોલીસ પૂછપરછમાં યુવતી અંગે વધુ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. યુવતી અગાઉ એક એરલાઈન્સમાં એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી. આ દરમિયાન તેને ડ્રગ્સની લત લાગી ગઈ હતી. અને જેને કારણે તે ડ્રગ્સ માફિયાઓના સંપર્કમાં આવી હતી. અને બાદમાં ડ્રગ્સ માફિયાઓ સાથે મળીને તે ડ્રગ્સની હેરાફેરી કરવા લાગી હતી.
ત્રણેક વર્ષમાં 2 કિલોથી વધારે ડ્રગ્સ સપ્લાય કર્યું
બીજી ચોંકાવનારી વાત એ છે કે, યુવતી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મુંબઈથી ઈન્દોર ડ્રગ્સ સપ્લાય કરી ચૂકી છે. અને અત્યાર સુધી લગભગ 2 કિલોથી પણ વધારે ડ્રગ્સ ઈન્દોર પહોંચાડી ચૂકી છે. પોલીસે યુવતી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટેની તપાસ શરૂ કરી છે. યુવતી ઈન્દોરમાં આટલા સમય સુધી કોને ડ્રગ્સ પહોંચાડતી હતી તે મામલે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
[ad_2]
Source link














Leave a Reply