ahmedabad wedding: અમદાવાદમાં 10 દિવસમાં 1000થી વધારે લગ્ન, આ વખતે જોવા મળ્યો ફાર્મ હાઉસ વેડિંગનો ક્રેઝ – wedding season start in ahmedabad, 1000 marraiges in 10 days

[ad_1]

હાઈલાઈટ્સ:

  • અમદાવાદમાં લગ્ન સિઝનનો પ્રારંભ, 10 દિવસમાં 1000 લગ્નો
  • આ વર્ષે અમદાવાદમાં ફાર્મ હાઉસ વેડિંગનો ક્રેઝ જોવા મળ્યો
  • લગ્ન સિઝનને કારણે ગુલાબના ભાવોમાં તોતિંગ વધારો

દેવ દિવાળી પૂરી થતાંની સાથે જ રાજ્યમાં લગ્ન સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. વેડિંગ પ્લાનર્સ અને પંડિતોના જણાવ્યા અનુસાર 29 નવેમ્બરના આગામી દસ દિવસ સુધી એકલાં અમદાવાદમાં જ 1000થી વધારે લગ્નો યોજાવવાના છે. આ વખસે સારા મુહૂર્ત અને કોરોના કેસોમાં ઘટાડાની સાથે ગત વર્ષે રદ થયેલાં લગ્નોનું આયોજન પણ આ વર્ષે કરવામાં આવી રહ્યું છે. જેને કારણે આ વખતે અઢળક લગ્નોને કારણે કેટર્રર્સ અને ફ્લોરિસ્ટ સાથે ડેકોરેશન અને મેરેજ હોલના વેપારીઓ આ સિઝનમાં સારો બિઝનેસ થશે તેવો આશાવાદ સેવી રહ્યા છે.

લગ્નની વિધિઓ સંપન્ન કરાવતાં પંડિત કંદર્પ શાસ્ત્રીએ જણાવ્યું કે, નવેમ્બર 20-29 દરમિયાન લગ્નો માટેની પીક સિઝન છે. અને રોજ મારે ઓછામાં ઓછા એક લગ્ન માટેનું બુકિંગ થઈ ચૂક્યું છે. ડિસેમ્બર 13 સુધીમાં અનેક સારા મુહૂર્ત છે. અને તે બાદ હિંદુ કેલેન્ડર મુજબ કમુરતા બેસી જશે. અને તે સમયગાળા દરમિયાન લગ્ન યોજવા અશુભ માનવામાં આવે છે.

કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષમાં ખુબ જ ઓછા લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જ કારણે જે પરિવારોએ ગત વર્ષે લગ્ન મોકૂફ રાખ્યા હતા, તેઓ આ સમયે સારા મુહૂર્તમાં લગ્નનું આયોજન કરી રહ્યા છે. અમદાવાદના અન્ય પંડિત ધિરેન શાસ્ત્રીએ જણાવ્યું કે, આગામી 15 દિવસો સુધી અનેક સારા મુહૂર્ત હોવાને કારણે શહેરમાં અનેક લગ્નોનું આયોજન કરાયું છે. અનેક લોકો લગ્નની વિધિઓ માટે મારો સંપર્ક કરે છે, પણ ખરાબ તબિયતને કારણે હું તેમને અન્ય પંડિતો સાથે મોકલી દઉં છું. નવેમ્બર 29ના રોજ મેં બે લગ્નો માટે મેં હા પાડી દીધી છે અને આ લગ્નોમાં હુ જરૂરથી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરીશ.
ધો. 1થી 5ના વર્ગો આવતીકાલથી ઓફલાઈન શરું થશે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત
વેડિંગ સીઝનને કારણે અમદાવાદમાં રહેલ હોટેલો અને પાર્ટી પ્લોટો હાઉસફૂલ ચાલી રહ્યા છે. રેનેસન્સ અમદાવાદના જનરલ મેનેજર નીલભ ચુગે જણાવ્યું કે, નવેમ્બરના દસ દિવસ અને ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં હોટેલમાં અનેક લગ્નો શિડ્યુલ કરવામાં આવ્યા છે. ગત વર્ષે કોરોનાને કારણે જે લગ્નો કેન્સલ થયા હતા, તે લગ્નો આ વર્ષે યોજવામાં આવી રહ્યા છે. દોઢ વર્ષની સ્થિતિની સરખામણીએ આ વર્ષની લગ્ન સિઝનમાં વધારે લગ્નોનું આયોજન થઈ રહ્યું છે.

લગ્નની સિઝનને કારણે ફ્લોરિસ્ટ, કેટર્રર્સ, ડેકોરેશન, ઈવેન્ટ મેનેજમેન્ટ સહિતના વ્યવસાયોમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતાં પીન્ટુ દંડવાલા જણાવે છે કે, આ વર્ષે ફાર્મ હાઉસ વેડિંગનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અને લગ્ન પ્રસંગ માટે રાંચરડા રોડ અને શીલજના અનેક ફાર્મ હાઉસ લગ્ન પ્રસંગ માટે ભાડે લેવામાં આવ્યા છે.

અમદાવાદના કેટરર ભરત પલિવાલે જણાવ્યું કે, કોરોનાની હાલની ગાઈડલાઈન અનુસાર લગ્નોમાં 400 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે. અને તેને કારણે પણ લોકોમાં નવી આશા જોવા મળી રહી છે. આ વખતે મારી પાસે કેટરિંગના ખુબ સારા ઓર્ડર છે. આ વખતે બિઝનેસ સારો ચાલી રહ્યો છે અને આશા રાખું કે આગામી સમયમાં પણ આ ટ્રેન્ડ જળવાઈ રહે.

જો કે, લગ્નની સિઝનને કારણે ફૂલોમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. જમાલપુર ફ્લાવર માર્કેટના હોલસેલ ફ્લોરિસ્ટ જોઈતા રામે જણાવ્યું કે, આ વખતે ગુલાબ ખુબ જ મોંઘા થઈ ચૂક્યા છે. શિયાળાને કારણે તેની આવકમાં ઘટાડો થયો છે. અને લગ્નની સિઝનને કારણે તેની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. અને તેને કારણે અમારે અન્ય રાજ્યોમાંથી ગુલાબ મંગાવવા પડે છે, જેને કારણે ખર્ચ વધી જાય છે, અને એ જ કારણ છે કે આ વખતે ગુલાબનો ભાવ 160 રૂપિયા પ્રતિ કિલો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *