[ad_1]
હાઈલાઈટ્સ:
- અમદાવાદમાં આર્થિક સહાયની લાલચમાં મહિલા પર દુષ્કર્મ
- મહિલા પોતાની આઠ વર્ષની દીકરીને લઈ આરોપી સાથે ભાગી હતી
- આબુ લઈ જઈ આરોપીએ અનેક વખત મહિલા પર દુષ્કર્મ આચર્યું
પતિને કાયમી નોકરી ન હતી, સંબંધીએ આર્થિક મદદ કરવા આશ્વાસન આપ્યું
પોલીસના જણાવ્યા અનુસાર, શહેરકોટડા વિસ્તારમાં રહેતી મહિલાને 3 દીકરીઓ છે અને એક પુત્ર છે. તેના પતિ પાસે કાયમી નોકરી ન હતી. આરોપી મહિલાનો દૂરનો સંબંધી છે, કે જેણે મહિલાને આર્થિર રીતે મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત મહિલાના પરિવારને આર્થિક તંગીમાંથી બહાર લાવવા માટેનું વચન આપ્યું હતું.
પરિણીત સંબંધીએ મહિલાને લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું
ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આરોપીએ મહિલાને લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તે બાદ જ મહિલાએ પોતાની 8 વર્ષની દીકરી સાથે ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો. જો કે, બાદમાં મહિલાને જાણ થઈ હતી કે, આરોપી પરિણીત છે.
સંબંધીએ મહિલાને આબુ રોડ લઈ જઈ બંધક બનાવી, અનેક વખત આચર્યું દુષ્કર્મ
પોલીસે જણાવ્યું કે, આરોપીએ મહિલાનું અપહરણ કરીને તેને આબુ રોડ લઈ ગયો હતો. તેણે મહિલાને એક રૂમમાં બંધક બનાવી હતી અને સતત તેના પર દુષ્કર્મ આચરતો હતો. એક દિવસ મહિલાને મોકો મળતાં જ તે રૂમમાંથી ભાગી નીકળી હતી. તે કોઈ રીતે અમદાવાદ પહોંચી હતી અને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીને શોધવા માટે પોલીસે ટીમનું ગઠન કર્યું
આબુમાંથી ફરાર થઈ ગયેલાં આરોપીને શોધવા માટે પોલીસે એક ટીમનું ગઠન કર્યું છે. જ્યારે મહિલા અને તેની 8 વર્ષીય દીકરીની મેડિકલ તપાસ કરવામાં આવી હતી.
[ad_2]
Source link
Leave a Reply