[ad_1]
હાઈલાઈટ્સ:
- અમદાવાદની પીઆરએલની ટીમને મળી વધુ એક સફળતા
- ગુરુ ગ્રહથી 1.4 ગણા મોટા એક નવા ગ્રહની શોધ કરવામાં આવી
- પુણે સ્થિત ટીમે નવા 8 તારાઓની શોધ કરી જે સૂર્યથી 8 ગણા વધારે ગરમ છે
ગત અઠવાડિયે પુણે સ્થિત નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિજિક્સની એક અન્ય ટીમે રેડિયો સ્ટાર્સના એક દુર્લભ વર્ગની શોધ કરવાની જાણકારી આપી હતી, જે સૂર્યથી વધારે ગરમ છે અને તેનું ચુંબકીય ક્ષેત્ર અસામાન્ય રીતે મજબૂત છે. નવા એક્સોપ્લેનેટને ટીઓઆઈ 1789બી કહેવામાં આવી રહ્યું છે, જેની શોધ પ્રોફેસર અભિજીત ચક્રવર્તી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. એક્સોપ્લેન્ટનું દ્વવ્યમાન ગુરુથી 70 ટકા સુધી હોવાનું સામે આવ્યું છે, અને તેનો આકાર ગુરુથી લગભગ 1.4 ગણો છે.
વૈજ્ઞાનિકોએ પારસનો ઉપયોગ કરીને તેની શોધ કરી હતી, જે એક એક્સોપ્લેનેટના દ્વવ્યમાનને માપવામાં સક્ષમ છે. તેનું માપ ડિસેમ્બર 2020 અને માર્ચ 2021 સુધી લેવામાં આવ્યું હતું. ટીઓઆઈ 1789બી પોતાના સૂર્યની પરિક્રમા ફક્ત 3.2 દિવસોમાં કરી શકે છે અને તેનું સૂર્યથી અંતર ફક્ત 0.05 એયુ પર રહે છે (સૂર્ય અને બુધની વચ્ચેના અંતરનો લગભગ દસમો ભાગ). અત્યાર સુધી મળેલ અનેક એક્સોપ્લેનેટમાં દસમાંથી ઓછામાં ઓછા એકમાં ક્લોઝ ઈન સિસ્ટમ છે.
આપણા સૂર્યમંડળમાં સૂર્ય 5500 ડિગ્રી સેલ્સિયલ પર સળગે છે અને તેના કોરનું તાપમાન તેનાથી પર વધારે રહે છે. તેવામાં એ કલ્પના કરવી મુશ્કેલ છે કે કોઈ અન્ય તારો તેનાથી પણ વધારે ગરમ હોઈ શકે છે. પણ બરનાલી દાસના નેતૃત્વમાં એનસીઆરએની પુણે સ્થિત એક ટીમે દુર્લભ શ્રેણીના રેડિયો સ્ટાર્સથી સંબંધિત આઠ તારાઓની શોધ કરી છે, જે વાસ્તવમાં સૂર્યથી પણ ગરમ છે. આ શોધ માટે એક જોઈન્ટ મીટરવેવ રેડિયો પલ્સનો ઉપયોગ કરાયો હતો.
[ad_2]
Source link
Leave a Reply