[ad_1]
Mitesh Purohit | I am Gujarat | Updated: Jan 1, 2022, 12:14 PM
શહેરમાં પોલીસ સુરક્ષા અને સલામતીની વાતો વચ્ચે કમિશનર કચેરીના ગેટ પાસે જ ગુરુવારે જોવા જેવી થઈ હતી. જેમાં રુપલલનાઓએ જાહેરમાં દલાલને ઢીબી નાખ્યો હતો.

હાઈલાઈટ્સ:
- કથિત દલાલ યુવક રુપલલનાઓ સાથે જતા ગ્રાહકનો વીડિયો બનાવી ધાકધમકી આપતો હતો.
- જેથી 7-8 રુપલલનાઓએ તેને પાઠ ભણાવવા જાહેરમાં માર મારવાનું શરું કર્યું હતું.
- પોતાના બચાવ માટે યુવક છેક લાલ દરવાજાથી શાહીબાગ પોલીસ કમિશનર કચેરી સુધી ભાગતો પહોંચ્યો હતો.
અમદાવાદઃ શહેરના સૌથી ભરચક વિસ્તારો પૈકી એક લાલ દરવાજા વિસ્તારમાં ગુરુવારે સાંજે કંઈક એવું બન્યું જેને જોઈને રસ્તા જતે દરેક લોકો ઉભા રહી ગયા. અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા લાલ દરવાજા અને રિલીફ રોડ પર અનેક રુપલલનાઓ દેહવિક્રય માટે રોજ ઉભી રહે છે. આ મહિલાઓ સાથે ગ્રાહકોનો સોદો કરાવતો એક દલાલ પણ અહીં હાજર હોય છે. પરંતુ ગુરુવારે સાંજે આ રુપલલનાઓએ કોઈ બાબતે દલાલ સાથે વાકું પડતા તેને જાહેરમાં દોડાવીને માર માર્યો હતો. આ દલાલ ભાગતો ભાગતો છેક પોલીસ કમિશનર કચેરી શાહીબાગ સુધી પહોંચ્યો હતો જેની પાછળ રિક્ષામાં 7-8 રુપલલનાઓ પીછો કરતી કરતી પહોંચી તો દલાલ પોલીસ કમિશનર કચેરીના ગેટ પાસે પહોંચ્યો અને બચાવો બચાવોની બૂમો પાડી રહ્યો હતો. તેમ છતા રુપલલનાઓ આ દલાલને પોલીસ કમિશનર કચેરીના ગેટની સામેથી ઢસડીને રોડની બીજી તરફ લઈ ગઈ હતી અને જોરદાર ફટકાર્યો હતો.
બનાવના મળતા અહેવાલ મુજબ સાંજના સમયે અચાનક એક યુવક બચાવો બચાવો કરતો પોલીસ કમિશનર કચેરીના ગેટ પર પહોંચ્યો હતો. હાજર પોલીસ કંઈ સમજે તે પહેલા જ પાછળથી બે-ત્રણ રિક્ષામાં આવેલી મહિલાઓ ઉતરીને આ યુવકને મારવા લાગી હતી. કમિશન કચેરીના ગેટ પર બેઠેલા પોલીસ કર્મીઓ બધો તમાસો જોઈ રહ્યા હતા પરંતુ કોઈ મધ્યસ્થી કરી રહ્યું ન હતું. થોડીવારમાં મહિલાઓ યુવકને ખેચીને રોડની સામેની તરફ લઈ ગઈ અને ત્યાં પણ જોરદાર ફટકાર્યો હતો.
મહિલા અને માર ખાનાર યુવકની વચ્ચે થતી વાતચીત પરથી બહાર આવ્યું હતું કે આ મહિલાઓ રતન પોળ રિલીફ રોડ પાસે જાહેરમાં દેહ વિક્રય માટે ઉભી રહે છે. આ યુવક ત્યાં આવતા ગ્રાહકોની પાછળ હોટેલ સુધી જતો અને તેનો વીડિયો ઉતારી લેતો. જે બાદ ગ્રાહક બહાર નીકળે એટલે તેને ધમકાવીને રુપિયા માગતો હતો. જેથી આ રુપલલનાઓએ યુવકને સબક શીખડાવવા માટે આ પ્રકારે દોડાવીને માર માર્યો હતો.
આ પહેલો કિસ્સો નથી અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનની હદમાં દેહ વિક્રય ઉપરાંત ઘણા સમયથી ડ્ર્ગ્સ સહિતના નશીલા પદાર્થો પણ વેચાય છે. જે સ્થાનિક પોલીસ પકડી શકતી નથી પણ અન્ય એજન્સીઓ ત્યાં આવીને ડ્રગ્સ ડિલર, પેડલર તેમજ ડ્રગ્સના મુદ્દામાલને પકડી જાય છે. સતત નિષ્ફળ રહેલી કારંજ પોલીસની હદમાં ડી સ્ટાફ પોલીસ અને ગુનેગારોની મદદ ખૂબ જ આંખે ઉડીને દેખાય તેવી છે. આ જ વિસ્તારમાં વર્ષોથી ચાલતા દેહવ્યાપારને કેટલાક પોલીસવાળાઓએ રોકડીનું સાધન બનાવી દીધું છે. તેવું આ ઘટના પરથી દેખાય છે.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link