Ahmedabad Omicron Patient Discharged: અ’વાદ સિવિલમાં દાખલ આણંદના 48 વર્ષીય ઓમિક્રોનના દર્દીને રજા અપાઈ – 48-year-old omicron patient from anand admitted in ahmedabad civil discharged

[ad_1]

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની જાણે ત્રીજી લહેરની અસર ધીમે-ધીમે વર્તાવાની શરૂ થઈ હોય એમ સતત બીજા દિવસે પણ નવા પોઝિટિવ કેસોના આંકડો 170ની ઉપર જળવાઈ રહ્યો છે. જો કે, આ દરમિયાન સારા સમાચાર પણ આવ્યા છે. જેમાં અમદાવાદ સિવિલમાં હોસ્પિટલમાં દાખલ ઓમિક્રોનના દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મૂળ આણંદના 48 વર્ષીય પ્રફુલ શાસ્ત્રી લંડનથી અમદાવાદ પહોંચ્યા બાદ એરપોર્ટ પર તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઓમિક્રોનની દહેશત હોવાથી સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે લેબ મોકલાયા હતા, જેમાં ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થતાં તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઓમિક્રોન આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રખાયા હતા. 19 ડિસેમ્બરે ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સોોમવારે તેમના બે રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

ઓમિક્રોન વેરિયન્ટથી સ્વસ્થ થયેલા પ્રફુલ શાસ્ત્રીએ મીડિયા સમક્ષ જણાવ્યા અનુસાર ઓમિક્રોનથી કોઈએ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. વેક્સિનને લઈને પ્રફુલ શાસ્ત્રીએ કહ્યું કે, વેક્સીન લીધી છે તો ચિંતા કરવાની જરૂર નથી, અને જેણે વેક્સીન લીધી નથી તેમને જલ્દી જ રસી જોઈએ. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી સ્વસ્થ થયા બાદ પુષ્પવર્ષા અને તાલીઓના ગડગડાટ સાથે પ્રફુલ શાસ્ત્રીને રજા આપવામાં આવી હતી. આ દરમિયાન હોસ્પિટલનો સ્ટાફ અને સુપરિટેન્ડેન્ટ પણ હાજર રહ્યા હતા.

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર રવિવાર સાંજ સુધી રાજ્યમાં કોરોનાના નવા 177 કેસ નોંધાયા છે. જો કે, કોઈ દર્દીનું મોત થયું નથી. નવા નોંધાયેલા કેસોમાં 25 ટકા જેટલા કેસ તો એકલા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદના 53, રાજકોટના 36, સુરતના 25 અને વડોદરાના 15 કેસોનો સમાવેશ થાય છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *