ahmedabad love jihad case: લવ જેહાદ! વિધર્મીએ અ’વાદની યુવતીનું જયપુરમાં ધર્માંતરણ કરાવી નિકાહ કર્યા – married man converted young woman from ahmedabad in jaipur and got married

[ad_1]

હાઈલાઈટ્સ:

  • સોશિયલ મીડિયા પર પ્રેમમાં પડતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
  • હિમાલયા મોલ પર બોલાવી પાલનપુરના યુવકે લગ્નની લાલચ આપી ભગાડી
  • નિકાહ બાદ જાણ થઈ હતી કે જેની સાથે લગ્ન થયા તે પહેલાથી પરણેલો છે
  • ઘણા દિવસોથી યુવતી ગુમ હોવાથી પોલીસે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ કરી
  • પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે યુવતીને છોડાવી યુવકની ધરપકડ કરી

અમદાવાદ: સોશિયલ મીડિયા પર પ્રેમમાં પડી જતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીત યુવકે અમદાવાદની યુવતીનું જયપુરમાં ધર્માંતરણ કરીને નિકાહ કર્યા હોવાનું સામે આવ્યું છે. લગ્ન બાદ યુવતીને જાણ થઈ કે, જેની સાથે લગ્ન કર્યા છે તે પરિણીત છે અને અગાઉ એક પત્ની પણ છે. પાલનપુરના પરિણીત યુવકે ઈન્સ્ટાગ્રામ થકી અમદાવાદની યુવતીને ફસાવી હતી. અને બાદમાં તેમીને લગ્નની લાલચ આપીને જયુપર ભગાડી ગયો હતો. સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટનાની વિગતો એવી છે કે, શહેરના રહેતી કલ્પના (નામ બદલ્યું છે) કોલેજમાં અભ્યાસ કરે છે. દરમિયાન તે ઈન્સ્ટાગ્રામ પર એક યુવકના સંપર્કમાં આવી હતી. જે યુવક રફીક મેમણે પોતાનું એકાઉન્ટ કબીર ખાનના નામથી બનાવ્યું હતું. ફરિયાદ મુજબ ઈન્સ્ટાગ્રામ પર કલ્પના અને રફીકનો સંપર્ક થયો હતો અને ધીરે-ધીરે તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને એક દિવસ રફીક કલ્પનાને અમદાવાદ મળવા આવ્યો હતો. જ્યાં તેઓ સાથે ફર્યા હતા અને રફીકે ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરીને કલ્પનાને લગ્ન માટે મનાવી લીધી હતી.

રફીકે લગ્ન માટે કલ્પનાને ઘરેથી 10 લાખ રૂપિયા અને તેના તમામ ઓરિજનલ ડોક્યુમેન્ટ લાવવા કહ્યું હતું. જો કે, 10 લાખ ન હોવાથી કલ્પના 10000 રોકડા અને ડોક્યુમેન્ટ લઈને 11 ડિસેમ્બરના રોજ રફીકને મળવા હિમાલયા મોલ પર આવી હતી. જ્યાંથી રફીક તેને ભગાડીને પાલનપુર નજીક લઈ ગયો હતો. દરમિયાન રફીક તેના મિત્ર વિક્રમસિંહના ફાર્મ હાઉસ પર લઈ જઈ દુષ્કર્મ પણ આચર્યું હતું અને ત્યાંથી તે તેણીને જયપુર લઈ ગયો હતો.

ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જયપુર લઈ ગયા બાદ ધર્માંતરણ કરીને રફીકે તેની સાથે નિકાહ કર્યા હતા. લગ્ન બાદ કલ્પનાને જાણ થઈ કે, રફીક પહેલાથી જ પરણેલો છે અને તેણે બીજા લગ્ન કર્યા છે અને પોતે રફીકની બીજી પત્ની છે. જેથી તેણીએ ત્યાંથી ભાગવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. બીજી તરફ ઘણા દિવસોથી ગુમ હોવાથી કલ્પનાના પરિવારજનોએ પણ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ તાત્કાલિક એક્શન લઈને સંખ્યાબંધ સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને ટેક્નિકલ એક્સપર્ટની મદદથી કલ્પનાનું લોકેશન મળ્યું હતું અને પાલનપુર નજીકથી પોલીસે કલ્પનાને રફીકની ચુંગાલમાંથી છોડાવીને તેની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે, જયપુરથી પરત આવતા રફીકની મિત્ર જુબેરે પણ લકઝરી બસમાં કલ્પનાની છેડતી કરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *