[ad_1]
હાઈલાઈટ્સ:
- અમદાવાદમાં સ્વરુપવાન યુવતીની વેપારીને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી
- વેપારીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા પછી બન્ને વચ્ચે ચેટિંગ શરુ થયું અને નજીક આવ્યા
- આ ચેટિંગ પછી એક દિવસ યુવતીએ વેપારી રૂમમાં એકલા હતા ત્યારે વીડિયો કૉલ કર્યો
ચેતવણીજનક આ કિસ્સામાં શહેરના વેપારીને ફેસબૂક પર એક ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. જેના આધારે તેઓ યુવતીના સંપર્કમાં આવ્યા, વેપારી અને સામે છેડે રહેલી યુવતી વચ્ચે ચેટિંગ શરુ થયું. આ પછી વેપારી એવા લપસ્યા કે તેમની તબિયત ખરાબ થઈ ગઈ. ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ પછી ચેટિંગ અને એક દિવસ યુવતીનો વીડિયો કૉલ આવ્યો.
એક દિવસ વેપારી પોતાના રૂમમાં એકલા હતા ત્યારે તેમના પર ઓનલાઈન સ્વરુપવાન યુવતીનો વીડિયો કૉલ આવ્યો. વીડિયો કૉલ પર શરુઆતમાં મીઠી-મીઠી વાતો કર્યા બાદ યુવતીએ પોતાના કપડા ઉતારી નાખ્યા. આ પછી વેપારી કશું સમજે તે પહેલા જ વીડિયો કૉલ કટ થઈ ગયો. જેવો વીડિયો કૉલ કટ થયો કે સામેના છેડેથી વેપારીને એક પુરુષનો ફોન આવ્યો. આ ફોનમાં તેમને ઘમકી આપવામાં આવી કે તમે જે વીડિયો કૉલમાં કર્યું છે તે બધું રેકોર્ડ થઈ ગયું છે. આ વીડિયોને યુટ્યુબ પર ચઢાવી દેવાની ધમકી સાથે રૂપિયાની માગણી કરવામાં આવી હતી.
યુવતીની મીઠી-મીઠી વાતો પાછળનો આશય શું હતો તે હવે વેપારીને સમજાઈ ગયું હતું પરંતુ હવે તેમને ધમકીઓ મળવાનું શરુ થઈ ગયું હતું. જેમાં વીડિયો યુટ્યુબ પર ચઢાવવાની સાથે વેપારીના પરિવારના સભ્યોને મોકલી આપવાની ધમકી આપવામાં આવી હતી. આમ થતાં મળતી વિગતો પ્રમાણે વેપારીનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું. વેપારી પાસે રૂપિયાની માગણી સાથે વીડિયો વાયરલ કરવાની ધમકી મળ્યા બાદ પણ તેમણે કોઈ પગલા ના ભરતા કથિત સીબીઆઈ ઓફિસરના નામે ધમકી પણ આપવામાં આવી હતી. જેનું આઈડી કાર્ડ પણ વોટ્સએપ પર પીડિત વેપારીને મોકલવામાં આવ્યું હતું. આ પ્રકારના કિસ્સા બનવા છતાં અન્ય વેપારીઓ અને અન્ય લોકો સ્વરુપવાન યુવતીઓની લોભામણી લાલચમાં ફસાઈ રહ્યા છે.
[ad_2]
Source link
Leave a Reply