Ahmedabad civil hospital: ઓમિક્રોન વોર્ડમાં માત્ર એક જ દર્દી, ‘ભાગવત કથા-શિવ પુરાણ સાંભળીને દિવસ કરે છે પસાર’ – being only one omicron patient in entire ward how he passed days

[ad_1]

| I am Gujarat | Updated: Dec 26, 2021, 1:19 PM

એક તરફ ઓમિક્રોન કેસ વધી રહ્યા છે ત્યારે અમદાવાદ સિવિલમાં છેલ્લા 11 દિવસથી દાખલ એક માત્ર ઓમિક્રોનના દર્દીએ પોતે હોસ્પિટલમાં એકલા કેવી રીતે સમય પસાર કરે છે જણાવ્યું.

 

હાઈલાઈટ્સ:

  • રાજ્યમાં ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓ સાજા થઈ રહ્યા છે. અમદાવાદ સિવિલમાં પણ ઓમિક્રોન દર્દીની સંખ્યા એક છે.
  • ઓમિક્રોન માટે ખાસ તૈયાર કરવામાં આવેલા વોર્ડમાં આ દર્દીઓની દિનચર્યા કેવી હોય છે આવો જાણીએ
  • છેલ્લા કેટલાક દિવસથી આખા વોર્ડમાં એક જ ઓમિક્રોન દર્દી હતા જે એકલવાયાપણાથી કંટાળી ગયા હતા.

અમદાવાદઃ ઓમિક્રોનનો ખતરો સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બૈડની ખાસ કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં આવેલા ઓમિક્રોન વોર્ડમાં છેલ્લા 11 દિવસથી માત્ર એક જ દર્દી સારવાર હેઠળ હતા. આખા વોર્ડમાં તેઓ એક માત્ર દર્દી હોવાથી દિવસ પસાર કરવો ખૂબ જ મુશ્કેલ બની જતું હતું. આ દર્દીએ પોતાની દિનચર્યામાં જણાવ્યા મુજબ સૌથી વધુ સમય તેઓ શ્રીમદ ભાગવત કથા અને શિવ મહાપુરાણ સાંભળીને પસા કરતા હતા. તે ઉપરાંત ઘરના સભ્યો સાથે વીડિયો કોલ કરીને પોતાનો સમય પસાર કરતા હતા. તબીબોએ કહ્યું કે ઓમિક્રોન દર્દી ઝડપથી સાજા થઈ રહ્યા છે.
ઓઈલ ટેન્કરમાં આગ ત્રણ જણાં ભડથું અનેક વાહનો પણ બળીને ખાખ
11 દિવસ પહેલા ઈંગ્લેન્ડથી ભારત પરત ફરેલા આણંદના 48 વર્ષીય પુરુષનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલ અલાયદા ઓમિક્રોન વોર્ડમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમના રિપોર્ટ ચેક કરતા તેઓ ઓમિક્રોન પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. જોકે આ વચ્ચે આખી હોસ્પિટલોમાં તેઓ એક માત્ર દર્દી હોવાના કારણે દિવસો પસાર કરવાનું મુશ્કેલ બની ગયું હતું. પરંતુ દર્દીએ સમય પસાર કરવા માટે આખુ ટાઈમ ટેબલ બનાવ્યું હતું.
વર્ષ 2022નું વાર્ષિક અંક જ્યોતિષઃ નવા વર્ષમાં ક્યા ક્યા અંકના જાતકોની મનની ઈચ્છાઓ થશે પૂર્ણ?
દર્દી મુજબ તેઓ 7.30 વાગે ઉઠતા હતા. જે બાદ ફ્રેશ થઈને પિતા સાથે વાતો કરતા અને હળદરવાળું ગરમ પાણી પીતા હતા. ત્યારબાદ તેમને બ્રેકફાસ્ટ આપવામાં આવતો હતો જે બાદ તેમને દવાઓ આપવામાં આવતી હતી. જે બાદ તઓ ભાગવત કથા અને શિવ મહાપુરાણ સાંભળતા હતા. જે બાદ બપોરે ઘરના સભ્યો સાથે વાત કરતા હતા. ત્યાર પછી 12.30 વાગ્યે જમ્યા પછી તેઓ વોર્ડમાં જ થોડુ વોકિંગ કરી લેતા હતા. ત્યારબાદ થોડીવાર આરામ કરતા અને પછી બપોરના ચા પાણી નાસ્તો કરતા હતા. જે બાદ દરરોજ બપોરે 3-4 મિત્રો સાથે વાતો કરતા હતા.
ઓમિક્રોન પર કાબૂ પામવા કેન્દ્ર સરકાર 10 રાજ્યોમાં મોકલશે વિશેષજ્ઞોની ટીમ
જે પછી સાંજે 7.30 આસપાસ ભોજન અને રાત્રે 8.30 આસપાસ સુઈ જતા હતા આ દરમિયાન જ્યારે પણ ફ્રી હોય ત્યારે તેઓ ભાગવત કથા અને શિવ મહાપુરાણ સાંભળતા હતા. જોકે સતત 10 દિવસ સુધી સતત વોર્ડમાં એકલા રહ્યા બાદ ત્રણ દિવસ પહેલા ઈંગ્લેન્ડથી આવેલી ચાંદખેડાની યુવતિ પણ ઓમિક્રોન પોઝિટિવ હોવાથી તે પણ વોર્ડમાં દાખલ થતા એકબીજા સાથે વાતચીત કરતા રાહત મળી હતી. દર્દીએ કહ્યું કે ડોક્ટર્સ અને નર્સ પર પોતાના પીપીઈ કીટના ફૂલ ડ્રેસમાં હોય છે જેના કાણે અમને કોઈ માણસનો ચહેરો પણ જોવા મળતો નથી.

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : being only one omicron patient in entire ward how he passed days
Gujarati News from I Am Gujarat, TIL Network

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *