[ad_1]
વિવિધ ક્ષેત્રના એક્સપર્ટની મદદથી એસીબીની કામગીરી સુદઢ બની હતી
એસીબીમા એનફએસએસયુ, જીએનએલયુના ઇન્ટર્નની મદદથી કેસના મજબુત પુરાવા મળતા હતા
અમદાવાદ : ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા લાંચ રૂશ્વતના કેસમાં કન્વીક્શન દર વધે અને ફોરેન્સીકથી માંડીને કાયદાકીય રીતે વધુ પુરાવા અક્ત્ર કરી શકાય તે માટે એસીબીના પૂર્વ ડાયરેક્ટર કેશવકુમારે એનએફએસયુ તેમજ ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થીઓને ઇન્ટર્ન તરીકે નિમણૂંક કર્યા હતા.
જેના કારણે એસીબીના કેસમાં પુરાવા એકત્ર કરવાથી માંડીને આરોપીને સજા કરાવવામાં મદદ મળતી હતી. તેમજ નાણાંકીય વ્યવહારોની ચકાસણીમાં ચાર્ટડ એકાઉન્ટન્ટની પણ મદદ લેવામાં આવતી હતી. જો કે હવે ઇન્ટર્ન વિદ્યાર્થીઓ અને ચાર્ટડ એકાઉન્ટન્ટને હટાવી દેવામાં આવતા એસીબીની કામગીરી પર અસર જોવા મળી રહી છે.
ગુજરાતમાં ભષ્ટ્રાચારને ખુલ્લો પાડવા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સૌથી મહત્વની ભુમિકા રહેલી છે. જેમાં લાંચ લેતા લોકોને ટ્રેપ કરની પકડવાની સાથે તેની ધરપકડ બાદ વૈજ્ઞાાનિક ઢબે તપાસ થઇ શકે અને કોઇ પણ રીતે કાયદાકીય છટકબારીનો ઉપયોગ ન કરી શકે તે માટે એસીબીના તત્કાલિન ડાયરેક્ટર કેશવકુમારે અનેક મહત્વના નિર્ણયો લીધા હતા.
જેમાં ફરિયાદીને પુરતુ રક્ષણ મળી રહે તેમજ પુરાવા એકત્ર કરવા માટે એસીબીના સ્ટાફ ઉપરાંત, ફોરેન્સીક એક્સપર્ટની મદદ મળી રહે તે માટે એનએફએસયુના સિનિયર વિદ્યાર્થીઓને ઇન્ટર્ન તરીકે પસંદકર્યા હતા. તે સાયન્ટિફિક પુરાવા અક્ત્ર કરવામાં મદદરૂપ થતા હતા. આ ઉપરાંત, નેશનલ લૉ કોલેજના વિદ્યાર્થીઓની મદદ લેવામાં આવતી હતી. જેમાં કાયદાકીય બાબતો તપાસીને માર્ગદર્શન આપતા હતા.
આ ઉપરાંત, અપ્રમાણસર મિલકતોના કેસ, બેંક એકાઉન્ટમાં સર્ચ ઓપરેશન, શંકાસ્પદ વ્યવહારો તપાસવા માટે અને જરૂરી માહિતી એકત્ર કરવા માટે ચાર્ટડ એકાઉન્ટન્ટની પણ મદદ લેવામાં આવતી હતી. આ બાબતોને કારણે મોટા કેસમાં પુરાવા એકત્ર કરવાથી માંડીને આરોપીને સજા કરાવવામાં એસીબીની ટીમને સફળતા મળતી હતી અને કન્વીક્શન દર ઉંચો રહેતો હતો.
પરંતુ, કેશવકુમારના ગયા બાદ એસીબીના ચીફ તરીકે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને જવાબદારી સોંપવામાં આવી છે. જો કે આ બાદ અચાનક એનએફએસયુ અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ઇન્ટર્નની તેમજ ચાર્ટડ એકાઉન્ટન્ટને હટાવી દેવામાં આવતા એસીબીની કામગીરી પર મહંદ અસર જોવા મળી રહી છે.
સાથે સાથે અપ્રમાણસર મિલકતોના કેસમાં સીએની મદદ લેવામાં આવતી ન હોવાને કારણે કામગીરી ઝડપી બની શકતી ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ત્યારે હવે, એસીબીમાં ખાલી પડેલી જોઇન્ટ ડાયરેક્ટરની પોસ્ટ પર અમદાવાદના ઝોન 3ના ડીસીપી મદરંદ ચૌહાણની બઢતી સાથે બદલી થતા નિષ્ણાંત ઇન્ટર્નને ફરીથી લેવામાં આવે તો કામગીરી વધુ ઝડપી બની શકે તેમ છે.
[ad_2]
Source link
Leave a Reply