[ad_1]
હાઈલાઈટ્સ:
- કમલમ ખાતે વિરોધ પ્રદર્શનમાં સામેલ AAPની 28 મહિલા કાર્યકરોને પણ જેલ મોકલાઈ
- મારધાડ-હુલ્લડ સહિતની ગંભીર કલમો હેઠળ ગુના નોંધ્યા હોવાથી જામીન નામંજૂર કર્યા
- AAP કાર્યકરો સામે BJP મહિલા કાર્યકરોએ ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી
ઉલ્લેખનીય છે કે, કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા ગયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ભાજપના મહિલા અગ્રણીઓ ગંભીરે આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગાંધીનગર પોલીસે મારધાડ અને હુલ્લડ સહિત 18 ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને આપ પાર્ટીની 28 મહિલાઓ સહિત 90ની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે જામીન નામંજૂર કરી દેતા તમામને સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા હતા.
આપના વકીલની પણ અટકાયત કરવામાં આવી
પ્રાપ્ત માહિતી અનસાર ભાજપ કમલમ ખાતે બનેલી ઘટનામાં પોલીસે આમ આદમી પાર્ટીના 28 જેટલી મહિલા સભ્યોની ધરપકડ કરી હતી. મહિલાઓને સોમવારે રાતે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જ્યાં તમામ તરફે સરદારનગર પોલીસ મથકમાં રહેતા એડવોકેટ જયેન્દ્ર અભ્યેકર હાજર રહ્યા હતા. મહિલા કાર્યકરોને જેલ મોકલાઈ હતી અને મંગળવારે સવારથી પુરુષ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં હતા. આ તમામમાં જ્યેન્દ્ર અભ્યેકર વકીલ તરીકે હાજર રહેવાના હતા. તેઓ કોર્ટ ખુલવાના સમયે ગાંધીનગર પહોંચે તે પહેલા સ્થાનિક પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ હતી અને તેમની અટકાયત કરીને પોલીસ ચોંકી લઈ જવાયા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ મંગળવારે પોલીસ દ્વારા આરોપીઓને 10-10ના લોટમાં કોર્ટ સમક્ષ લવાયા હતા. જ્યાં કેજરીવાલના પોસ્ટર સાથે ઈટાલિયા પોલીસવાનમાં કોર્ટ પરિસરમાં જોવા મળ્યા હતા. ઈટાલિયાને કોર્ટ રૂમન બહાર ભારત માતા કી જય અને આમ આદમી પાર્ટી જિંદાબાદના નારા લગાવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટ સંકુલની બહાર ભેગા થઈ જતાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.
[ad_2]
Source link
Leave a Reply