[ad_1]
Nilay Bhavsar | I am Gujarat | Updated: Dec 20, 2021, 4:24 PM
હિંમતનગરના સાકરોડિયા ગામમાં જર્મનીના યુવક સાથે રશિયાની યુવતીએ હિન્દુ વિધિથી લગ્ન કર્યા.

હાઈલાઈટ્સ:
- સાકરોડિયામાં યોજાયેલા અનોખા લગ્નમાં વર જર્મનીનો અને કન્યા રશિયાની કે જેમાં જાનૈયા ગુજરાતી હતા.
- બે અલગ-અલગ દેશના લોકો રવિવારે હિંદુ ધાર્મિક વિધિથી લગ્નના તાંતણે જોડાયા હતા.
- કંકોત્રીઓ છપાઈ, કન્યા અને વર પક્ષનું સ્થાન તેમના મિત્રના પરિવારજનોએ લીધું અને લગ્ન સંપન્ન થયા હતા.

હિંમતનગરના સાકરોડિયા ગામમાં યોજાયેલા અનોખા લગ્નમાં વર જર્મનીનો અને કન્યા રશિયાની કે જેમાં જાનૈયા ગુજરાતી હતા. તેમની હિંદુ વિધિથી લગ્ન કરવાની ઈચ્છા પણ પૂરી થઈ હતી. વર-વધૂને પીઠી પણ ચોળાઈ અને લગ્ન ગીત પણ ગવાયા તેમજ કન્યાદાન પણ અપાયું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાકરોડિયા ગામમાં વિદેશી યુવતીનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. આ બંનેને ધર્મ સંબંધિત જ્ઞાન મેળવવામાં રુચિ છે. જેને લઇને બંને અવારનવાર ભારતની મુલાકાત લઇ ચૂક્યા છે. તેમણે ભારતીય સંસ્કૃતિથી આકર્ષાઈને ભારતીય પરંપરા મુજબ લગ્ન કરવા માટે નિર્ણય કર્યો હતો. આ માટે તેમણે તેમના મિત્રની મદદ લઇને સાબરકાંઠાના હિંમતનગરના ગામડામાં લગ્નનું આયોજન કર્યું હતું.

સાકરોડિયામાં યોજાયેલા અનોખા લગ્નમાં વર જર્મનીનો અને કન્યા રશિયાની હતી જેમાં જાનૈયા ગુજરાતી હતા. બે અલગ-અલગ દેશના લોકો હિંદુ ધાર્મિક વિધિથી લગ્નના તાંતણે જોડાયા હતા. મૂળ જર્મનીના ક્રિશ મૂલર અને રશિયાની જુલિયા ભારતના આધ્યાત્મથી આકર્ષાયેલા અને આ જ અધ્યાત્મ તેમના મંગલ પરિણયમાં પરિણમ્યું હતું. તેમની હિંદુ વિધિથી લગ્ન કરવાની ઇચ્છા પણ ફળીભૂત થઈ હતી. વર-વધૂને પીઠી પણ ચોળાઈ હતી, લગ્ન ગીતો પણ ગવાયા અને કન્યાદાન પણ અપાયું હતું. બંનેના લગ્નમાં સ્થાનિક લોકો ઉપરાંત ગામના આગેવાનો પણ નવદંપતિને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જર્મન વરરાજા ક્રિશ મૂલર ઘોડે ચઢીને માંડવે પહોંચ્યો હતો. જ્યાં તે જૂલિયા સાથે સાત ફેરા ફરીને લગ્નનના તાંતણે બંધાયો હતો.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply