[ad_1]
Manishkumar Kapadia | I am Gujarat | Updated: Dec 26, 2021, 4:59 PM
60 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી મોટાભાગના સિનિયર સિટીઝન્સ નિરાંતનું જીવન જીવવાનું પસંદ કરતા હોય છે. ત્યારે સુરતના 92 વર્ષના હરેશભાઈ દેસાઈ મેડલ્સ જીતવામાં વ્યસ્ત છે

હાઈલાઈટ્સ:
- 81 વર્ષની જૈફ વયે હરેશભાઈ દેસાઈએ મેડલ્સ જીતવાનું શરૂ કર્યુ હતુ
- 1010માં મલેશિયામાં એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ
- તેઓએ 2012, 20216 અને 2017માં નેશનલ માસ્ટર્સ ઈવેન્ટ્સ પણ જીતી હતી
હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે. મોટાભાગના લોકો અને ખાસ કરીને સિનિયર સિટીઝન્સ કોરોનાની ત્રીજી સંભવિત લહેરની ચિંતા કરી રહ્યા છે. ત્યારે સુરતના 92 વર્ષના હરેશભાઈ દેસાઈએ ન માત્ર એથલેટિક્સ મીટમાં ભાગ લીધો પણ સાથો સાથ બે મેડલ્સ પણ જીત્યા. તેઓ રિટાયર્ડ બેન્ક એમ્પલોયી છે. તેઓએ ગયા નવેમ્બર મહિનામાં વારાણસીમાં યોજાયેલી નેશનલ્સ માસ્ટર્સ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 100 મીટરની દોડ પૂર્ણ કરી હતી.
માત્ર 100 મીટર દોડમાં તેઓ ગોલ્ડ મેડલ નથી જીત્યો. આ સિવાય તેઓએ હેમર થ્રો ઈવેન્ટમાં ભાગ લઈ સિલ્વર મેડલ પણ જીત્યો. કૉલેજોના દિવસોમાં બેડ મિન્ટન રમતા હરેશભાઈ દેસાઈને આ ઉંમરે પણ ચશ્મા નથી. તેઓ ચશ્મા વગર જ બધુ વાંચી શકે છે. તેઓ દરરોજ પ્રેક્ટિસ કરે છે અને આ ઉંમરે પણ ડાયાબીટીસ કે બ્લડ પ્રેશન જેવી બીમારી તેમની નજીક પણ ફરકી નથી. તેઓ જીવનના છેલ્લાં દિવસ સુધી રમવા માગે છે.
હસતા મોઢે હરેશભાઈ દેસાઈ જણાવે છે કે, 81 વર્ષની ઉંમરે તેઓેએ નેશનલ અને ઈન્ટરનેશનલ લેવવે મેડલ્સ જીતવાનું શરૂ કર્યુ હતું. તેઓએ 2010માં મલેશિયામાં યોજાયેલી એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓએ 2012, 20216 અને 2017માં નેશનલ માસ્ટર્સ ઈવેન્ટ્સ પણ જીતી હતી.
ગોંડલના સુલતાનપુર ગામમાં સિંહ પરિવારના ધામા, ગ્રામજનોમાં ભયનો માહોલ
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply