[ad_1]
Deepak Bhati | I am Gujarat | Updated: Nov 20, 2021, 9:48 AM
ખંભાતનો પરિવાર પાલિતાણાણી પરત ફરી રહ્યો હતો ત્યારે ધોળકા નજીક નડ્યો હતો અકસ્માત, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

હાઈલાઈટ્સ:
- એક્સિડન્ટમાં 3 લોકોને ઈજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
- અહેવાલો અનુસાર ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો
- અકસ્માત એટલો જોરદાર હતો કે ટેન્કર સાથે ટક્કર બાદ કાર આગળથી પડીકું વળી ગઈ
પાલિતાણાની પરિક્રમા પૂરી કરીને પરત ફરતા પરિવારને અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતા સમયે તેમની કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી ગયો હતો અને અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
થોડા દિવસો પહેલા લીંબડી હાઈવે પર પણ થયો હતો અકસ્માત
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા લીંબડી હાઈવે પર રોંગ સાઈડમાં આવતા ટ્રક સાથે કાર ટકરાતા 3 લોકોના મોત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલા દાદા-દાદી અને પૌત્રીનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ જતા પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from Iam Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply