[ad_1]
હાઈલાઈટ્સ:
- તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાની એક શાળાના 45 વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોના પોઝિટિવ
- ઓમીક્રોન મુદ્દે કેન્દ્રના આદેશ મુજબ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ મહામારી સામે ફરી તૈયારી શરુ કરી છે
- દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલો નવો વેરિયન્ટ અનેક દેશોમાં ફેલાયો છે, વાયરસ રસી લીધેલાને પણ ઝપેટમાં લે છે
ટેસ્ટિંગ કર્યા પછી 43 વિદ્યાર્થીઓના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ વિદ્યાર્થીઓના સેમ્પલ જીનોમ સીક્વેન્સિંગ માટે હૈદરાબાદ પણ મોકલવામાં આવ્યા છે.
કોરોનાના નવા વેરિયન્ટ કેસ સામે આવ્યા પછી વિશ્વસ્તરે તમામ દેશોની સરકારોએ એલર્ટ જાહેર કરી હતી. આ મુદ્દે ભારતમાં તેલંગાણા સહિત તમામ રાજ્યો સાવચેતી ભરી રહ્યાં છે. એવામાં તેલંગાણાની શાળાના મોટી સંખ્યામાં આવેલા પોઝિટિવ કેસને રાજ્ય સરકારની ચિંતામાં વધારો કર્યો છે.
કોરોના વાયરસના નવા વેરિયન્ટને લઇને સરકાર ગાઇડલાઇન પણ બહાર પાડી ચૂકી છે. જે હેઠળ વિદેશથી આવનારા મુસાફરોનું ફરજિયાત સ્ક્રીનિંગ અને ટેસ્ટિગ કરવામાં આવશે. આ સિવાય દક્ષિણ આફ્રિકા, બોત્સવાના અને હોંગકોંગ અને કેટલાક યુરોપિયન દેશોમાંથી ભારત આવતાં મુસાફરોને હોમ કોરન્ટાઇન કરવાનો નિયમ પણ લાગૂ કરવામાં આવ્યો છે.
[ad_2]
Source link
Leave a Reply