[ad_1]
ભરૂચ: ભરૂચ- અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે આજે ૪૫ દીવસ બાદ વધુ એક મૃતકને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ભરૂચના રેવાબા ટાઉનશીપમાં રહેતા ૭૩ વર્ષીય ચંદ્ર કિશોર દામજીભાઈ ભાનુશાળીનુ આજે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેઓના મૃતદેહને આજે સવારે કોવિડ પ્રોટોકોલ આધીન કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.
મહત્વની બાબત છે કે ૭૩ વર્ષીય ચંદ્ર કિશોરભાઈએ કોરોના વેકશીનના બંને ડોઝ મુકાવ્યા હતા. છતાં કોરોનામાં તેઓનું મોત થયું હોવાથી પરિવારના સભ્યો ચિંતામાં મુકાયા છે.
[ad_2]
Source link
Leave a Reply