[ad_1]
Mitesh Purohit | I am Gujarat | Updated: Dec 18, 2021, 2:37 PM
ક્ષણિક આવેશમાં ક્યારેક માણસ એવું પગલું ભરી લેતો હોય છે જેની દુરોગામી અસર ખૂબ જ ભયાનક અને પસ્તાવાજનક હોય છે. આવી જ ઘટના સૌરાષ્ટ્રના અમરેલીમાં ઘટી છે.

હાઈલાઈટ્સ:
- અમરેલી જિલ્લાના બગસારના માણેકવાડાનો અરેરાટી ઉપડી જાય તેવો બનાવ.
- માવતરે જવાની ના પાડતા પરિણીતાએ વખ ઘોળ્યું અને સજા માસૂમ બાળકીએ ભોગવી
- માતાએ ઝેર પીધા બાદ માસૂમને સ્તનપાન કરાવતા તેનું મોત જ્યારે માતાની સ્થિતિ ગંભીર
પ્રાપ્ત માહિતી મુજબ માણેકવાડા ગામે 20 વર્ષની પત્ની અને તેનો પતિ ભાગે ખેતર રાખી મજૂરી કરતા અને જીવન પસાર કરતા હતા. તેવામાં એક દિવસ પત્નીએ માવતરે જવાનું કહેતા પતિએ હાલ ખેતરમાં સાંત હાંકવાની હોવાથી પછી જવાનું કહેતા લાગી આવ્યું હતું. તેવામાં પતિ સહિતના પરીવારજનો કામે ઘર બહાર જતા રહ્યા બાદ પરિણીતાએ ઝેરી દવા પી લેતા બગસરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં તેની સારવાર શરૂ કરાઈ હતી.
પોતે ઝેરી દવા પીધી તે દરમિયાન પરિણીતાએ તેની ચાર માસની પુત્રી રડતી હોવાથી તેને પણ સ્તનપાન કરાવ્યું હતું. જેના કારણે બાળકીને પણ ઝેરી અસર થઈ હતી. જેથી માતા અને બાળકી બંનેને બગસરા બાદ રાજકોટ સિવિલમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજતા પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. હોસ્પટલ ચોકીના સ્ટાફે આ અંગે બગસરા પોલીસને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરાઈ છે.
(નવજાત અને પરિણીતાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.)
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply