31st ahmedabad police: ત્રણ જ દિવસમાં નવા વર્ષના નશામાં ફરતા 167 અમદાવાદીઓને પોલીસે પકડ્યા – ahmedabad police in action 169 drink and drive cases registered

[ad_1]

હાઈલાઈટ્સ:

  • 31st આવે તે પહેલા જ અમદાવાદ પોલીસે કરી લીધી છે તૈયારીઓ
  • ત્રણ જ દિવસમાં પોલીસે પીને વાહન ચલાવતા 169 સામે કાર્યવાહી કરી
  • નવા વર્ષના નશામાં ડૂબેલાને ઝડપી પાડવા માટે ગુજરાત પોલીસ તૈયાર

અમદાવાદઃ ભારતના લોકો પશ્ચિમના તહેવારોને પણ હવે સરળતાથી અપનાવી રહ્યા છે, જેમાં નાતાલનો તહેવાર પણ એવો થઈ ગયો છે જેને ભારતમાં અલગ-અલગ રીતે ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. વાત ગુજરાતની કરીએ તો અહીં દારુબંધી હોવા છતાં નાતાલના તહેવારોમાં બ્લેકમાં દારુની માંગ વધી જાય છે. આવામાં પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને નશો કરીને રખડતા લોકોને ઝડપી લેવા માટે ડ્રાઈવ શરુ કરી છે. જેમાં અમદાવાદ પોલીસે 3 દિવસની અંદર નોંધાયેલા કુલ કેસમાં 53% કેસ પશ્ચિમ અમદાવાદમાં નોંધ્યા છે. (તસવીરઃ આશ્રમરોડ પર વાહનચાલકોને રોકીને તેમની વિગત લઈને પુછપરછ કરતી પોલીસ)

નવા વર્ષ દરમિયાન રાજ્યના નીતિ-નિયમો અને કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે ત્રણ જ દિવસમાં દારુનો નશો કરીને વાહન ચલાવતા 169 લોકો સામે કાર્યવાહી કરી છે.

આ 169માંથી 53% લોકો પશ્ચિમ અમદાવાદ ઝડપાયા છે. શનિવારે પહેલા દિવસે 34 લોકો પકડાયા હતા જેમાં 34 દારુ પીને વાહન હંકારી રહ્યા હતા, જ્યારે રવિવારે 49 અને સોમવારે 86 લોકો પકડાયા હતા.

આંધ્રપ્રદેશમાં સત્તા મેળવવા ભાજપે કરી સસ્તામાં દારુનું વેચાણ કરવાની વાત
આ અંગે અધિકારી જણાવે છે કે, નાઈટ કર્ફ્યૂના નિયમોના ભંગના કિસ્સા પણ વધી ગયા છે. સોમવારે નાઈટ કર્ફ્યૂ તોડનારા 133 સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાત પોલીસના ડીજી આશિષ ભાટિયા જણાવે છે કે, “અમે વિજીલન્સ અને સ્પેશિયલ ડ્રાઈવ રાજ્યભરમાં શરુ કરાઈ છે, જેમાં નશો કરીને વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરાઈ રહી છે. આ સિવાય બૂટલેગરો સામે પણ કાર્યવાહી કરાઈ રહી છે.”

એડિશનલ પોલીસ કમિશનર (સ્પેશિયલ બ્રાન્ચ) પ્રેમવીર સિંઘ જણાવે છે કે, “કોરોનાના કેસમાં વધારો થતા કર્ફ્યૂનો સમય વધારીને રાત્રે 11થી શરુઆત કરાય છે, આવામાં શહેરની પોલીસ ખડેપગે છે. ખાસ કરીને નશો કરીને વાહન ચલાવતા અને કર્ફ્યૂના નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.” તેમણે એમ પણ કહ્યું કે, “શહેરમાં ડ્રાઈવ શરુ થઈ ગઈ છે અને જેમાં 13,000 પોલીસકર્મી કે જેમાં કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનોનો સમાવેશ થાય છે, તેઓ આખા શહેરમાં નજર રાખી રહ્યા છે.”

દુનિયામાં ઓમિક્રોનની મહાલહેર! 11% કેસ વધતા WHOએ ‘ભારે ખતરો’ હોવાનું જણાવ્યું
આ સાથે તેમણે જણાવ્યું કે સઘન પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યું છે. નવા વર્ષની પૂર્વ સંધ્યામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સા વધી જતા હોય છે તેના પર પણ નજર રાખવામાં આવશે. શી ટીમો (She team) આ દરમિયાન કાર્યરત રહેશે અને ગુનો કરનારી મહિલાઓ સામે કાર્યવાહી કરશે.

અધિકારી આ અંગે વાત કરતા જણાવે છે કે, 169 કેસમાંથી 57 ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુના ટ્રાફિક પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે, જ્યારે 112 શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવ્યા છે. 112માંથી સૌથી વધારે 26 કેસ ઝોન-6 પોલીસ દ્વારા નોંધાયા છે, જેમાં ઈસનપુર, વટવા, મણિનગર, દાણીલીમડા, કાગડાપીઠ અને નારોલ પોલીસ સ્ટેશન આવે છે. જ્યારે 23 કેસ ઝોન-2માં નોંધાયા છે જેમાં ચાંદખેડા, માધવપુર, રાણીપ, સાબરમતી, કારંજ અને શાહપુરનો સમાવેશ થાય છે.

[ad_2]

Source link