3 youths died: નવસારી નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા 3 યુવકોના મોત – incident of accident reported on mumbai ahmedabad highway 3 youths died

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ધોળાપીપળા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટનામાં વલસાડના 2 અને નવસારીના 1 યુવકનું મોત નીપજ્યું છે.
  • વલસાડથી સુરત તરફ જતા આ અકસ્માત સર્જાયો હતો.
  • પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ત્રણેય યુવકોના મૃતદેહને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે.

નવસારી નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી મુજબ, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર નવસારી નજીક ધોળાપીપળા પાસે અકસ્માત સર્જાતા 3 યુવકોના મોત નીપજ્યા છે. ધોળાપીપળા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટનામાં વલસાડના 2 અને નવસારીના 1 યુવકનું મોત નીપજ્યું છે. વલસાડથી સુરત તરફ જતા આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ત્રણેય યુવકોના મૃતદેહને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે.

મળતી માહિતી મુજબ, મુંબઈથી અમદાવાદના રૂટ પરથી આવી રહેલા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવીને સામેના ટ્રેક પર આવી ચડી હતી. આ કાર દૂધના કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ યુવકોના મોત થયા હતા. જેમાં એક યુવક ચીખલીનો તેમજ બે યુવક વલસાડના રહેવાસી હતા.
જુનાગઢ: કચેરીમાં અરજદાર પર ગુસ્સે થતાં મનપા કમિશનરનો વિડીયો વાયરલ
વધુ મળતી માહિતી મુજબ, ડેરીમાં કન્ટેનર લાવવા-લઈ જવાનું કામ કરતા સુરજ યાદવના કન્ટેનરમાં ખામી સર્જાતા તે તેના રીપેરિંગ માટે જઈ રહ્યા હતા. ત્યારે મુંબઈથી અમદાવાદ જતાં ટ્રેક પરથી એક સફેદ કલરની કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે કાર ડિવાઇડર કુદાવીને સામેના ટ્રેક પર આવી ચડી હતી. જેથી કાર, દૂધના કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવકોને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ તેઓનું મોત થયું હતું. તેમજ કારને પણ ભારે નુકસાન થયું હતું.

કારમાં સવાર આયુષ પટેલ, મયુર પટેલ અને અજય પટેલ એમ ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતની જાણ મૃતકના પરિવારને કરવામાં આવી છે. તેમજ નવસારી ગ્રામ્ય પોલીસને કેસની તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં ટ્રકને પણ ભારે નુકસાન થયું છે.

રાજકોટ: લગ્ન પહેલા પાનેતર પહેરી યુનિવર્સિટીની પરીક્ષા આપવા પહોંચી દુલ્હન, જુઓ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *