3 leaders of bjp: કોરોના સંક્રમિત થયા ભાજપના 3 નેતાઓ, સુરત શહેર મહામંત્રી અને ડે. મેયર પોઝિટિવ – 3 leaders of bjp tested corona positive in gujarat two of them are now isolated

[ad_1]

હાઈલાઈટ્સ:

  • સુરત ભાજપ જિલ્લા પ્રમુખ બાદ શહેર મહામંત્રી અને ડેપ્યુટી મેયર કોરોના પોઝિટિવ
  • આજે સુરત શહેર ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી અને શહેર ભાજપ મહામંત્રી કિશોર બિંદલ કોરોના પોઝિટિવ જાહેર થયા
  • ગઈકાલે જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ કોરોના પોઝિટિવ આવ્યા હતા

સુરત: કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરની દહેશત વચ્ચે રાજ્યમાં ઠેર-ઠેર યોજાતા સરકારી કાર્યક્રમોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે બે દિવસ પહેલા સુરતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપ જિલ્લા પ્રમુખ બાદ ભાજપ મહામંત્રી કિશોર બિંદલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત શહેરના ડે. મેયરનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આમ ભાજપના મેળાવડા બાદ નેતાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે જિલ્લા ભાજપ પ્રમુખ પોઝિટિવ આવ્યા બાદ આજે સુરત શહેર ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી અને શહેર ભાજપ મહામંત્રી કિશોર બિંદલ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે બે જ દિવસમાં ભાજપના ત્રણ નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ સંક્રમિત થયા છે. તેમજ સુરત શહેરના મહામંત્રી કિશોર બિંદલ અને ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી પણ સંક્રમિત થયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો

ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોનની દહેશત વચ્ચે ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ અપાય છે, ત્યારે ભાજપના જ નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ બોટાદની સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત સરકારના ભૂતપૂર્વ ઊર્જામંત્રી અને બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલની હાજરીમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે.

ઓમિક્રોન વેરિયન્ટથી રાજ્યમાં ભયનો માહોલ

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં એક તરફ ઓમિક્રોન વેરિયન્ટ અને કોરોનાના વધતા જતા કેસોએ આરોગ્ય વિભાગને દોડતું કરી દીધું છે, જ્યારે બીજી તરફ ભાજપ સરકારના જ જવાબદાર નેતાઓ ભીડ એકઠી કરીને કોરોના ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં રાજ્યોને કારોનાના વધતા કેસ સામે સાવધાની રાખવા માટે સૂચન કર્યું હતું. તેમ છતાં ભાજપના નેતાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *