[ad_1]
હાઈલાઈટ્સ:
- ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટનારા મૂળ નવસારી જિલ્લાના હોવાનું સામે આવ્યું
- અકસ્માત એટલો ગંભીર હતો કે, અર્ટિગા કારનું આગળના ભાગનું પડીકું વળી ગયુ છે
- સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો
ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત નડ્યો
મીડિયા રિપોર્ટ મુજબ કારમાં સવાર પાંચેય વ્યક્તિ મૂળ નવસારીના ચીખલીના હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગતો એવી છે કે, મારૂતી સુઝુકીની અર્ટીગા કાર નંબર GJ-21-CB- 3974ના ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. જેના કારણે કારમાં સવાર પાંચ લોકોમાંથી 3નાં મોત થયા છે જ્યારે બે લોકોને ઈજાઓ થતાં સારવાર માટે વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક અને ઈજાગ્રસ્તોની વિગત
– યોગશ પટેલ, વાંસદા-નવસારી (મૃતક)
– નિલકમલ પટેલ, વાંસદા-નવસારી (મૃતક)
– પિનલ આહિર, ચીખલી- નવસારી (મૃતક)
– પરિમલ પટેલ, ચીખલી- નવસારી (ઈજાગ્રસ્ત)
– નિલેશ પટેલ, વાંસદા- નવસારી
[ad_2]
Source link
















Leave a Reply