[ad_1]
Manishkumar Kapadia | I am Gujarat | Updated: Dec 19, 2021, 8:34 PM
સાવરકુંડલા અમરેલી સ્ટેટ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મોત થયા છે. પિતાની સામે જ પત્ની અને બે પુત્રનાં મોત થયા હતા

હાઈલાઈટ્સ:
- સાવરકુંડલા અમરેલી હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં એક જ પરિવારનાં ત્રણ લોકોનાં કરૂણ મોત
- અકસ્માત કયા કારણોસર થયો એ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હાઈવે પર થયેલા આ આ કસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજ્યા હતા. મૃતકોમાં ઉમેશભાઈ મનુભાઈ ગુર્જર, કૌશિકભાઈ મનુભાઈ ગુર્જર અને ભાગુબહેન મનુભાઈ ગુર્જરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સિવાય મનુભાઈ બાલુભાઈ ગુર્જરને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા. પિતાની સામે જ પત્ની અને બે પુત્રના કરૂણ મોત થયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો મહોલ છવાયો હતો.
તો ઘટનાના પગલે પોલીસ પણ પહોંચી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. સ્થાનિકોનું માનીએ તો, આ પરિવારના લોકો પહેલાં ઉનાના ધોકડવા ગામ ખાતે મતદાન કરવા ગયા હતો. બાદમાં ત્યાંથી જાફરાબાદ અને પછી વલસાડ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
તમે ટેસ્ટ કરી છે ચાંદખેડામાં ફેમસ નવરંગની દાબેલી?
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply