19 year old youth: ખેડા: LRD ભરતીની દોડ પૂરી કરી ઊંઘી ગયેલો યુવક ઉઠ્યો જ નહીં, ડૉક્ટર્સે મૃત જાહેર કર્યો – 19 year old youth who appeared in practical exam of police died in gujarat

[ad_1]

| I am Gujarat | Updated: Jan 1, 2022, 5:43 PM

ખેડામાં LRDની ભરતીની દોડ પૂરી કરીને ઊંઘી ગયેલો 19 વર્ષીય યુવક ઉઠ્યો જ નહીં, ડૉક્ટર્સે તપાસ કરતા મૃત જાહેર કરાયો.

 

હાઈલાઈટ્સ:

  • સંતરામપુર તાલુકાના કોતરા ગામનો નરેન્દ્ર બામણિયા નામનો 19 વર્ષીય યુવક તેના 3 મિત્રો સાથે આવીને ખેડા કેમ્પ ખાતે રૂમમાં રોકાયો હતો.
  • સવારે નરેન્દ્ર બામણિયા દોડની પ્રક્રિયા પૂર્ણ કરીને રૂમ પર આવીને સૂઈ ગયો હતો.
  • મિત્રો જ્યારે દોડ પૂરી કરીને રૂમ પર ગયા હતા ત્યારે નરેન્દ્રને ઉઠાડતા તે ઉઠયો નહોતો.

ખેડા: રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા ખેડા કેમ્પ ખાતે આયોજિત લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં આવેલા 19 વર્ષીય યુવકનું તેના રૂમ પર આકસ્મિક મોત થયું હોવાની કરુણ ઘટના બની છે. પોતાના મિત્રો સાથે લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં આવેલો યુવાન પોતાની દોડની પ્રક્રિયા પૂર્ણ કરીને રૂમ પર જઈને સૂઈ ગયા બાદ ઉઠ્યો નહોતો. આ ઘટના સંદર્ભે ખેડા ટાઉન પોલીસે અપમૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથધરી છે.
અરવલ્લીમાં થર્ટીફર્સ્ટે દારૂની મહેફિલ માણતા બે નાયબ મામલતદાર ઝડપાયા
મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લામાં આવેલા ખેડા કેમ્પમાં લોકરક્ષક દળની ભરતી માટે શારીરિક ટેસ્ટ હેઠળ દોડ કરાવવામાં આવતી હતી. ત્યારે સંતરામપુર તાલુકાના કોતરા ગામનો નરેન્દ્ર બામણિયા નામનો 19 વર્ષીય યુવક તેના 3 મિત્રો સાથે આવીને ખેડા કેમ્પ ખાતે રૂમમાં રોકાયો હતો. સવારે નરેન્દ્ર બામણિયા દોડની પ્રક્રિયા પૂર્ણ કરીને રૂમ પર આવીને સૂઈ ગયો હતો. જ્યારે તેની સાથેના મિત્રો દોડ માટે ગ્રાઉન્ડ પર જ રહ્યા હતા. આ મિત્રો જ્યારે દોડ પૂરી કરીને રૂમ પર ગયા હતા ત્યારે નરેન્દ્રને ઉઠાડતા તે ઉઠયો નહોતો. આ અંગેની પોલીસને જાણ થતા ડૉક્ટર્સની ટીમને બોલાવીને તપાસ કરતા આ 19 વર્ષીય યુવકને મૃત જાહેર કરાયો હતો. સંતરામપુરના આશાસ્પદ યુવાનનું રહસ્યમય મોત થતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

q4

વધુ મળતી માહિતી મુજબ, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કોતરા ગામે રહેતો 19 વર્ષીય નરેન્દ્ર બામણિયા નામનો યુવક પોતાના 3 મિત્રો સાથે લોકરક્ષક દળની ભરતીની પ્રક્રિયા માટે ખેડા આવ્યો હતો. જ્યાં ખેડા કેમ્પ ખાતે રૂમની સુવિધા ઊભી કરાઈ હતી. નરેન્દ્રએ દોડની પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને દોડની આ પ્રક્રિયા પૂર્ણ કરી તે પોતાના રૂમ પર આવ્યો હતો. જ્યારે તેના અન્ય મિત્રોની દોડની પ્રક્રિયા બાકી હોવાથી તેઓ ગ્રાઉન્ડ પર હતા. નરેન્દ્ર પોતાના રૂમ પર આવીને સૂઈ ગયો હતો. જ્યારે તેના મિત્રોએ રૂમ પર પાછા આવીને તેને જગાડતા તે જાગ્યો નહોતો. ત્યારબાદ ડૉક્ટરની ટીમે તપાસ કરતા તેનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : 19 year old youth who appeared in practical exam of police died in gujarat
Gujarati News from I Am Gujarat, TIL Network

[ad_2]

Source link