18-year-old girl from navsari suicide or murder: આપઘાત કરનારી નવસારીની યુવતીના પોસ્ટમોર્ટમમાં દુષ્કર્મ અંગે મોટો ખુલાસો – injuries on private parts reveal rape in death case of 18-year-old girl from navsari

[ad_1]

હાઈલાઈટ્સ:

  • યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે તેના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન છે.
  • જોકે યુવતી સાથે કોણે આ જઘન્ય કૃત્ય કર્યું તેના અંગે પોલીસને કોઈ સગડ મળ્યા નથી.
  • યુવતીએ હત્યા કરી છે કે આત્મહત્યા તે અંગે પણ પોલીસ હજુ કેટલીક અવઢવમાં છે અને ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે.

સુરતઃ વડોદરામાં અભ્યાસ કરતી નવસારીની 18 વર્ષની યુવતી પર સામુહિક દુષ્કર્મ થયું હોવાની આશંકા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાતીય હુમલો સૂચવતી ઇજાઓ મળી આવ્યા બાદ પ્રબળ બની હતી. વડોદરામાં નવસારીની 18 વર્ષની યુવતી પર કથિત સામૂહિક બળાત્કાર અને ગુજરાત ક્વીન એક્સપ્રેસના કોચમાંથી શંકાસ્પદ હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યાના 10 દિવસ પછી પણ વલસાડ પોલીસ આ અધમ ગુનો આચરનારા ગુનેગારો અંગે કોઈ સગડ મેળવી શકી નથી.

આ જઘન્ય ઘટનામાં પોલીસને 10માં દિવસે રવિવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો હતો, પરંતુ આ રિપોર્ટ એ બાબતે સ્પષ્ટ નથી કે યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, તેની હત્યા કરવામાં આવી હતી કે તેણે આત્મહત્યા કરી હતી. ગત 4 નવેમ્બરે એટલે કે દિવાળીના દિવસે જ રેલવે કોચમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીની પીઠના નીચેના ભાગે, જાંઘ અને કમરના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર ઈજાના નિશાન નખ અને વિખોડિયાના છે અને ચારથી પાંચ દિવસ જૂના છે. જેથી શક્યતા છે કે આ ઈજાઓ તેને દુષ્કર્મ દરમિયાન થઈ હોવી જોઈએ,” તેમ આ મામલે તપાસ કરી રહેલી ટીમના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

જોકે પોલીસ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શકી કે યુવતીની હત્યા થઈ છે કે આત્મહત્યા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃત્યુ પામતા સમયે યુવતીને પેશાબ થયો હતો. પોલીસને એ પણ જાણવા મળ્યું કે તેના પગ કોચમાં ફ્લોરને સ્પર્શતા હતા અને આ સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ માટે પોતાને લટકાવવું શક્ય નથી. તે તેના દુપટ્ટાનો ઉપયોગ કરીને સામાન રાખવાના શેલ્ફ સાથે લટકતી મળી આવી હતી.

જોકે પોલીસ અધિકારીએ આ મામલે વાત કરતાં કહ્યું હતું કે “જો કોઈએ તેની હત્યા કરી હોય તો પ્રતિકાર કરતાં સમયે ગળું દબાવવાના અથવા ઈજાના કોઈ ચિહ્નો નથી. હા એ શક્ય છે કે પોતે જીવન ટુંકાવી લીધા બાદ થોડા સમય પછી દુપટ્ટો ઢીલો થઈ જાય અને તેના પગ ફ્લોરને સ્પર્શે.” આમ પોલીસ અધિકારીએ મૌખીક રીતે હત્યાની શક્યતા નકારી કાઢી હતી. આ સાથે વરીષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે “અમે હજુ સુધી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી વિસેરા અને વજાઇનલ સ્વેબના રોપોર્ટ મળાની રાહ જોઈ રહ્યા છીએ. આ રિપોર્ટ પછી જ સમગ્ર બાબતો સ્પષ્ટ થશે.”

કેસનું સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ અને રેલવેના ઈન્ચાર્જ આઈજીપી સુભાષ ત્રિવેદીને સોંપવામાં આવ્યું છે. ત્રિવેદી રવિવારે વડોદરા આવ્યા હતા અને વિવિધ તપાસ ટીમો પાસેથી પ્રોગ્રેસ રિપોર્ટ મેળવ્યો હતો. આ મામલે એક કરતાં વધુ ટીમો કાર્યરત છે. જેમાં વલસાડ રેલવે પોલીસ, સરકારી રેલ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી), વડોદરા, ડીટેકશન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (ડીસીબી) અને ડીસીબી અમદાવાદ શહેર સહિતની એજન્સીઓ તપાસ કરી રહી છે.

ત્રિવેદીએ અમારા સહયોગી TOI ને જણાવ્યું હતું કે “પોલીસ કેટલીક મહત્વપૂર્ણ વિગતો એકત્રિત કરવા માટે કામ કરી રહી છે ત્યાર બાદ જ અમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે આ ગુનામાં કોણ સંડોવાયેલ છે. અમે ટૂંક સમયમાં હકીકતો બહાર લાવીશું.” પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતીના મૃત્યુના થોડા કલાકો પહેલા તે 3 નવેમ્બરની રાત્રે સુરત શહેરની મુલાકાતે આવી હતી. યુવતી નવસારીથી બસ દ્વારા સુરત પહોંચી હોવાનું માનવામાં આવે છે. તેણીએ તેની માતાને મરોલી કામ માટે જતી હોવાનું જણાવ્યું હતું. તેણે થોડો સમય સુરત સિટી બસ ડેપોમાં વિતાવ્યો અને પછી તે સુરત રેલ્વે સ્ટેશન ગઈ. રેલ્વે સ્ટેશન પરના કેમેરા દ્વારા કેદ કરવામાં આવી હતી. તે ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં ચડી હતી પરંતુ નવસારીમાં ઉતરી ન હતી. બાદમાં 4 નવેમ્બરે વહેલી સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *