17 lakh missing after fire in atm mehsana: ATMમાં લાગેલી આગ બાદ 17 લાખ ગાયબ, બળી ગયા કે તસ્કરો ચોરી ગયા? – 17 lakh missing after fire in atm at mehsana burnt or stolen

[ad_1]

મહેસાણા: વિસનગર રોડ પર વીજ કંપનીની કચેરી સામે આવેલા એક્સિસ બેંકનું એટીએમ બળી જતા ચકચાર મચી જવા પામી છે. જો કે, સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે, એટીએમમાં રહેલા 17.52 લાખ રૂપિયા ગાયબ છે. જેથી હવે સવાલ એ ઉભો થાય છે કે, રૂપિયા આગમાં બળી ગયા કે તસ્કરો ચોરી ગયા? હાલ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે એટીએમની સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એક્સિસ બેંકના એટીએમ મેઈન્ટનન્સનું કામ સંભાળતા અને અમદાવાદમાં રહેતા અમિત પ્રમોદલાલ કનોજીયાએ મહેસાણા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે રાતે સાડા ત્રણેક વાગ્યે તેમની કંપનીમાંથી ફઓન આવ્યો હતો કે, મહેસાણા UGVCL કચેરીની સામે આવેલા એક્સિસ બેંકનું એટીએમ તૂટેલું છે અને હાલમાં પાવર ચાલુ છે તેમજ ત્યાં પોલીસ હાજર છે.

જેથી તેમણે મહેસાણામાં રહેતા અને એટીએમનું સાફસફાઈનું કામ સંભાળતા હરેશભાઈ રાજપૂતને ફોન કરીને ત્યાં જવા જાણ કરી હતી, પરંતુ તેમનો કોઈ જવાબ મળ્યો નહોતો, સવારે દસ વાગ્યે તેઓ એટીએમ પહોંચ્યા હતા અને બેંક પાસેથી કેશની વિગતો મેળવી હતી, જેમાં જાણવા મળ્યું કે, બુધવારે બપોરે 3 વાગ્યે તેમાં નવા 11 લાખ ભરવામાં આવ્યા હતા અને અગાઉની કેશ મશીનમાં તે સ્થા કુલ 19.11 લાખ હતા. જે પૈકીના મશીનમાં 17.52 લાખ રૂપિયા હતા.

ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાતે તસ્કરોએ ગેસ કટરથી કાપતા એટીએમ સળગી ગયું હતુ હોવાથી તસ્કરો કેશ ચોરી ગયા હોય અથવા તો મશીન સળગી જવાથી અંદર રહેલી રોકડ રકમ બળી ગઈ હોય તેમ જણાય છે. એટીએમ મશીન ઉપરાંત એસી તથા સીસીટીવી કેમેરા પણ સળગી ગયા હોવાથી અંદાજિત 4 લાખ રૂપિયાની નુકશાન થયું છે.

[ad_2]

Source link