૪૫૦ જેટલી સ્કૂલોના ૧.૫૦ લાખ વિદ્યાર્થીઓને કોરોનાની રસી અપાશે

[ad_1]

વડોદરાઃ સ્કૂલોમાં અભ્યાસ કરતા ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને પણ કોરોનાની રસી આપવાની કવાયત ૩ જાન્યુઆરીથી હાથ ધરવામાં આવનાર છે.મળતી વિગતો પ્રમાણે સરકારના નિર્ણયના પગલે શહેર જિલ્લાની ૪૫૦ જેટલી સ્કૂલોના ધો.૯ થી ૧૧માં અભ્યાસ કરતા ૧.૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને રસી મુકવામાં આવશે.

આ માટે તંત્ર દ્વારા ડીઈઓ કચેરી સાથે બેઠકો યોજીને સંકલન કરવાનુ શરુ કરી દીધુ છે.મળતી વિગતો પ્રમાણે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ સાથે ડીઈઓ કચેરીના અધિકારીઓની ગુરુવારે એક બેઠક યોજાઈ હતી.જેમાં સ્કૂલોમાં કોરોનાની રસી મુકવાના રોડ મેપ પર ચર્ચા કરવામાં આવી હતી.

એવુ લાગી રહ્યુ છે કે, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને રસી મુકવામાં પ્રાથમિકતા આપવામાં આવશે.કારણકે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ સાથે ડીઈઓ કચેરીની બેઠક યોજાઈ છે.જોકે શહેર વિસ્તારની સ્કૂલો માટે હજી સુધી કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ડીઈઓ કચેરીના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ડીઈઓ કચેરીના સૂત્રોએ કહ્યુ હતુ કે, ૩૧ ડિસેમ્બર,૨૦૦૭ પહેલા જન્મેલા વિદ્યાર્થીનઓે કોરોનાની વેક્સીન આપવાનો નિર્ણય લેવાયો છે.જેમાં ધો.૯ થી ૧૨ના  વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.આરોગ્ય વિભાગની ટીમો સ્કૂલોમાં જઈને  વિદ્યાર્થીઓને કોરોનાની રસી મુકશે.આ દરમિયાન સ્કૂલોને પણ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને કોરોનાની રસી લેવા માટે જાગૃત કરવા કહેવાયુ છે.જેથી રસીકરણનો કાર્યક્રમ કોઈ વિઘ્ન વગર સંપન્ન થાય.સ્કૂલોમાં રસી મુકવા માટે કર્મચારીઓની ટીમો બનાવવામાં આવશે.

આરોગ્ય વિભાગનો ટાર્ગેટ છે કે, ૮ થી ૯ જાન્યુઆરી દરમિયાન વડોદરા શહેર અને જિલ્લાની ૪૫૦ સ્કૂલોમાં રસીકરણની કામગીરી પૂરી કરવામાં આવે.

[ad_2]

Source link