[ad_1]
– નોકરી અપાવવાના બહાને દુષ્કર્મ
– કાપોદ્રાનો વેપારી મનીષ રોયની ધરપકડ : યુવતીને અડાજણથી ઇચ્છાપોર થઈ સાયણ-ભેંસાણ રોડ પર લઈ ગયો હતો
સુરત, : સુરતના કામરેજ ખાતે રહેતી 24 વર્ષની યુવતીને નોકરી અપાવવાના બહાને સાયણ-ભેંસાણ રોડ પર લઈ જઈ હીરા વેપારીએ કારમાં દુષ્કર્મ આચર્યું હતું. શુક્રવાર સાંજની ઘટનામાં જયારે વેપારી દુષ્કર્મ કરતો હતો ત્યારે ડ્રાઈવર બહાર ઉભો રહી વોચ રાખતો હતો. યુવતીએ મોડીરાત્રે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરની વતની અને સુરતમાં કામરેજ ખાતે રહેતી 24 વર્ષીય માલા ( નામ બદલ્યું છે ) પિતા વિહોણી હોય પરિવારને મદદરૂપ થવા હીરાના કારખાનામાં નોકરી કરે છે. છ મહિના અગાઉ તેનો સંપર્ક કાપોદ્રા ખાતે હીરા વેપારી મનીષ રોય સાથે થયો હતો. કતારગામમાં રહેતા અને ત્યાં જ હીરાની ઓફિસ અને કારખાનું ધરાવતા મનીષને માલાએ વાતચીતમાં કહ્યું હતું કે તેને કતારગામ કે કાપોદ્રા વિસ્તારમાં નોકરી જોઈએ છે. આથી મનીષે પોતાનો કાર્ડ આપી સંપર્ક કરવા કહ્યું હતું. ત્યાર બાદ બંને વચ્ચે વ્હોટ્સએપ પર મેસેજની આપ-લે અને વાત થતી હતી.દરમિયાન, ગતરોજ મનીષે માલાને નોકરી અપાવવાની વાત કરી અડાજણ પ્રાઈમ આર્કેડ પાસે બોલાવતા તે બપોરે ત્યાં પહોંચી હતી.
પોતાની એકસયુવી કારમાં ડ્રાઈવર સાથે ત્યાં આવેલો મનીષ માલાને કારમાં બેસાડી પહેલા ઇચ્છાપોર લઈ ગયો હતો અને ત્યાંથી સાયણ-ભેંસાણ રોડ પર પેટ્રોલ પંપની ગલીમાં કાર લઈ જઈ અટકાવી હતી. ત્યાં ડ્રાઇવર ઉતરી ગયો હતો અને મનીષે પહેલા અડપલાં કર્યા બાદ માલા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેઓ માલાને પાછા પ્રાઈમ આર્કેડ ઉતારી ચાલ્યા ગયા હતા. દુષ્કર્મની ઘટના અંગે મોડીરાત્રે માલાએ અડાજણ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે 35 વર્ષના મનીષ રોયની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
[ad_2]
Source link
Leave a Reply