‘હિન્દુ ધર્મ છોડનારા તમામની ઘરવાપસી કરાવો’, BJP સાંસદ તેજસ્વી સૂર્યાનો વીડિયો થયો વાયરલ – bjp mp tejaswi surya withdraws controversial statements after video went viral

[ad_1]

હાઈલાઈટ્સ:

  • બેંગ્લોરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે તેજસ્વી સૂર્યા.
  • તેજસ્વી સૂર્યાના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
  • તેજસ્વીએ આ વીડિયોમાં ઘર વાપસીના વિકલ્પની વાત કરી છે.

બેંગ્લોર- બેંગ્લોરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ તેજસ્વી સૂર્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેજસ્વી સૂર્યા મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના લોકોને હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરવાની સલાહ આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, હિન્દુઓના પુનરોદ્ધાર માટે આ જ એકમાત્ર વિકલ્પ છે. ઉલ્લેખનીય છે કે 25મી ડિસેમ્બરના રોજ ઉડ્ડુપીના શ્રીકૃષ્ણ મઠમાં સાંસદ તેજસ્વી સૂર્યાએ એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી.

કનૌજનો ‘કિલ્લો’ બનાવવા જયપુરથી આવ્યા કારીગર, 15 વર્ષમાં આટલી બદલાઈ પીયૂષની લાઈફ
સમાચાર એજન્સી એએનઆઈએ તેજસ્વી સૂર્યાના ભાષણનો એક ભાગ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, તેજસ્વી કહી રહ્યા છે કે, હિન્દુઓ પાસે માત્ર એક જ વિકલ્પ બાકી રહ્યો છે, એ તમામ લોકોની ઘર વાપસી કરાઓ જે હિન્દુ ધર્મ છોડીને જતા રહ્યા છે. પોતાના માતૃ ધર્મને છોડીને જનારા લોકોને પાછા બોલાવવા જોઈએ. મારો આગ્રહ છે કે તમામ મંદિર અને મઠને આ માટે વાર્ષિક ટાર્ગેટ આપવો જોઈએ.

ભાષણ દરમિયાન તેજસ્વીએ કહ્યું કે, જબરદસ્તી હોય કે પછી છેતરપિંડી કરીને, લાલચ આપીને અથવા અન્ય કોઈ કારણોસર, સામાજિક, આર્થિક કે રાજકીય કારણોસર જેમને હિન્દુ ધર્મથી દૂર કરવામાં આવ્યા છે, તેમને પાછા લાવવા જરુરી છે. આ સિવાય કોઈ જ વિકલ્પ અને સમાધાન શક્ય નથી. કાર્યક્રમ સમાપ્ત થયા પછી તેમણે પોતાના ભાષણને ટ્વિટ પણ કર્યુ હતું. સાથે જ લખ્યુ હતુ, કર્ણાટકના ઉડ્ડુપીમાં શ્રીકૃષ્ણ મઠમાં હિન્દુ પુનરાદ્ધારની વાત કરી. 2014 પછી ભારત લગભગ 70થી વધારે વર્ષોના કોલોનિયલ હેન્ગઓવર પછી પોતાને સંભાળી રહ્યું છે.

નોંધનીય છે કે વીડિયો વાયરલ થયો અને લોકોએ મોટી સંખ્યામાં વિરોધ કરતા તેજસ્વીએ ખુલાસો પણ આપ્યો. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, બે દિવસ પહેલા ઉડુપીમાં થયેલા કાર્યક્રમમાં મેં આ બાબતે વાત કરી હતી. મારા ભાષણની અમુક વાતો પર વિવાદ થઈ રહ્યો છે. માટે હું મારા નિવેદનને પાછા લઉ છું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *