હિંમતનગરમાં કોરોનાના 9 કેસ : મોડાસામાં વિદ્યાર્થી સંક્રમિત

[ad_1]

હિંમતનગર,મોડાસા, તા. 1

સાબરકાંઠાનું પાટનગર હિંમતનગર કોરોનાના ભરડામાં સપડાયું છે.
નવા વર્ષના આરંભે શહેરમાં કોરોના પોઝિટિવ ૯ કેસ નોંધાતા સમગ્ર શહેરમાં દહેશત પ્રવર્તી
રહી છે. કોરોના સંક્રમીત ડેન્ટીસ્ટ મહીલા તબીબની પરિવારના વધુ ૪ કેસ હોવાનું જાણવા
મળ્યું છે. મોડાસાની માણેકબા સોસાયટીના અને મુંબઈ ખાતે અભ્યાસ કરતાં ૨૪ વર્ષિય યુવકને
કોવીડ-૧૯ના લક્ષણો જણાતાં ખાનગી હોસ્પિટલમાં પરીક્ષણ અર્થે લઈ જવાયો હતો.જયાં આ યુવકનો
રેપીડ એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ પોજીટીવ આવતાં આ છાત્રને હોમ કર્વારન્ટાઈન કરાયો હતો.
જિલ્લામાં હાલ એક એકટીવ કેસ નોંધાયેલ હોઈ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સની
કાર્યવાહી હાથ ધરાઈ હતી.

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર વેગવંતી બન્યા જેવી
સ્થિતિ છે.

દરરોજ કોરોના કેસમાં ઉછાળો આવતાં હિંમતનગર શહેરના શૈક્ષણીક સંકુલો
ઉપર તેની અસર પડી શકે છે. તા. ૧ના રોજ હિંમતનગરના મોટી વ્હોરવાડ
, નિલકંઠ સોસાયટી તથા
ઝહીરાબાદ વિસ્તારમાં એક જ દિવસમાં નવ પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રની ઉંઘ હરામ
થઇ છે. નવા નોંધાયેલા ૯ કેસમાં ૪ મહીલા અને ૫ પુરૂષ કોરોનાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું
છે.

 અરવલ્લી જિલ્લામાં પણ
ધીમે પગલે કોરોનાનું સંક્રમણ વધી રહયું હોય એમ છેલ્લા ૩ દિવસમાં ૩ દર્દીઓનો રેપીડ એન્ટીજન
ટેસ્ટ પોજીટીવ આવ્યો છે
,જે પૈકી ૧
મહિલા દર્દીનું મોત પણ નીપજયુંછે. ત્યારે મોડાસા નગરની માણેકબા સોસાયટીના એક પરીવારના
૨૪ વર્ષિય યુવક મુંબઈથી ઘરે આવ્યો ત્યારે તાવની અસર જણાતાં અને કોવીડ ૧૯ના લક્ષણો દેખાતાં
આ છાત્રને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ રેપીડ એન્ટીજન ટેસ્ટ હાથ ધરાયો હતો. આ યુવકનો રેપીડ
ટેસ્ટ પોજીટીવ જણાતાં તાબડતોડ આરોગ્ય વિભાગને જાણ કરાઈ હતી. જિલ્લા એપેડેમિક ઓફીસર
ર્ડા.પ્રવીણ ડામોર દ્વારા આ અસરગ્રસ્ત  વિસ્તારમાં
જરૂરી સર્વેલન્સ હાથ ધરી આ યુવકને હોમ કર્વારન્ટાઈન કરાયો હતો.જિલ્લા અને તેની આસપાસના
પાડોશી જિલ્લાઓમાં વધતા જતાં કોરોના સંક્રમણને લઈ તંત્ર દ્વારા કોવીડ ગાઈડ લાઈનની કડક
અમલવારી કરાવાય તેવી માંગ વર્તાઈ રહી છે. અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા
૨૪ કલાકમાં ૧૧૨૩ વ્યક્તિઓને રસીનો જરૂરી ડોઝ પુરો પડાયો હોવાનું અને ૧૬૧૪ વ્યક્તિઓને
ટેસ્ટીંગ કરાયું હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું હતું.

જિલ્લામાં કુલ ૪૦૪૭૦૬ વ્યક્તિઓનું પરીક્ષણ કરાયું 

અરવલ્લી જિલ્લામાં ૧૫ એપ્રિલ ૨૦૨૦ના રોજ પ્રથમ કોવીડ-૧૯ હેઠળ
પોજીટીવ કેસ નોંધાયો હતો.અને આ ૭૦ વર્ષિય મહિલાનું બે દિવસની સારવાર બાદ મોત નીપજયું
હતું.એ પછી જિલ્લામાં છેલ્લા ૨૦ માસમાં કોરોના પોજીટીવના ૫૧૯૦ કેસ નોંધાયા છે. જેમાં
૫૧૧૦ દર્દીઓ સ્વસ્થ થયા હતા. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ૨૨ માસમાં ૪
,૦૪,૭૦૬ વ્યક્તિઓના જરૂરી
ટેસ્ટ કરાયા હોવાનું આરસીડીએચઓ ર્ડા.એ.બી.પટેલે જણાવ્યું હતું.

[ad_2]

Source link