[ad_1]
બાળકોમાં વધી રહેલા કેસને પગલે
ડીઈઓ-કોર્પો.ની ટીમો દ્વારા સ્કૂલોમાં નિયમિત વિઝિટ થાય તો વધુ કેસ બહાર આવી શકે
અમદાવાદ : ઓમિક્રોનના કેસો વધવા સાથે હાલ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વધી ગઈ છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતના મુખ્ય શહેરોની ઘણી સ્કૂલોમાં બાળકોમાં પણ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે ત્યારે સ્કૂલોમાં રેન્ડમલી કોવિડ ટેસ્ટિંગ કરાવવામા આવે અને બાળકોનું ટેસ્ટિંગ થાય તેવી વાલીઓમાં માંગ ઉઠી છે.
ઉપરાંત સ્કૂલોમાં ડીઈઓ-કોર્પોરેશન તંત્ર દ્વારા નીયમિત તપાસ કરાવવામા આવે તો વધુ કેસ બહાર આવી શકે છે. કોરોનાની બીજી લહેર પહેલા અને પછીથી કોર્પોરેશનની હેલ્થ ટીમો દ્વારા ડીઈઓના સંકલનમાં રહીને સ્કૂલોમાં રેન્ડમલી ચેકિંગ કરવામા આવતુ હતુ. જેમાં પસંદગીની સ્કૂલોમાં કોર્પોરેશનની હેલ્થ ટીમો વીઝિટ કરતી હતી .
અગાઉ સ્કૂલોના બાળકોમાં કોરોનાના કેસ આવ્યા હોય તેવી નહિવત ફરીયાદો સામે આવી હતી. પરંતુ હવે અમદાવાદમાં તો તાજેતરમાં પ્રથમવાર બે સ્કૂલોના બાળકો કોરોના પોઝિટવ આવ્યા હોવાનું સામે આવ્યુ છે ત્યારે કોર્પોરેશન તંત્ર અને ડીઈઓ કચેરી તંત્રએ સાથે મળીને તકેદારીના પગલા રૂપે સ્કૂલોમાં તપાસ કરી સમયાંતરે ટેસ્ટિંગ કરાવવાની પણ જરૂર છે.હાલ સ્કૂલોમાં -કોલેજોમાં કોર્પોરેશન દ્વારા ક્યાંય ટેસ્ટિંગ કરાવાતુ નથી.
જો સ્કૂલોમાં -કોલેજોમાં સયમાંતરે પસંદગીની સ્કૂલો-કોલેજમાં કોવિડ ટેસ્ટિંગ કરાવવામા આવે તો ઘણા કેસો સામે આવી શકે છે.હાલ કોર્પોરેશન દ્વારા કે ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલોમાં કોઈ તપાસ કરવામા આવતી નથી. વાલીઓની માંગ છે કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરોમાંથી નજીકની સ્કૂલોમાં સ્ટાફને પગલે તપાસ થવી જોઈએ અને કેટલાક બાળકોમા રેન્ડમલી ટેસ્ટિંગ પણ થવુ જોઈએ.
જેથી તકેદારી વધશે , સ્કૂલો -વાલીઓ પણ સજાગ બનશે ઉપરાંત બાળકોમાં જો લક્ષણો હશે અને સ્કૂલે આવ્યા હશે તો પણ તાકીદે માલુમ પડી શકશે તથા ખાસ કરીને અન્ય બાળકો-સ્ટાફમાં સંભવિત સંક્રમણને રોકી શકાશે.હાલ કેટલીક સ્કૂલો બાળકોમાં લક્ષણો હોય અને સ્કૂલે ન આવતા હોય કે કોરોનાના કેસ આવ્યા હોય તો તે અંગે ડીઈઓ કચેરીને જાણ પણ કરતી નથી.
[ad_2]
Source link
Leave a Reply