[ad_1]
અમદાવાદ,શનિવાર,27
નવેમ્બર,2021
સ્માર્ટસીટી અમદાવાદ શહેરમાં વહીવટીતંત્રની બેદરકારીના કારણે
ચાર વર્ષ પહેલા સોલા-થલતેજ વિસ્તારની ટાઉનપ્લાનિંગ સ્કીમના ફાયનલ પ્લોટ ઉપર પ્રધાનમંત્રી
આવાસ યોજના અંતર્ગત રુપિયા ૩૭ કરોડથી પણ વધુના
ખર્ચથી ૬૩૦ આવાસ બનાવવાની કામગીરી હજુ સુધી પુરી થઈ શકી નથી.બે વર્ષમાં પુરો કરવાનો
પ્રોજેકટ સમયમર્યાદામાં કોન્ટ્રાકટરે પુરો ના કરતા તેને બ્લેકલિસ્ટ કરી બીજા કોન્ટ્રાકટરને
આ પ્રોજેકટની કામગીરી સોંપવામાં આવી હોવાછતાં પ્રોજેકટ પુરો કરી શકાયો નથી. હાલમાં
પ્રોજેકટ ઘણી કામગીરી બાકી હોવા છતાં કામગીરી અગમ્યકારણોસર સ્થગિત છે.વધતી જતી મોંઘવારીના કારણે આર્થિક રીતે
નબળા વર્ગના લોકો ઘરનુ ઘર મેળવવા વલખા મારી રહ્યા છે.છતાં મ્યુનિસિપલ તંત્રમાં સમયસર
પ્રોજેકટ પુરો ના થવા માટે જવાબદાર અધિકારીઓ સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં
આવી નથી.
અમદાવાદ શહેરના સોલા-થલતેજ વિસ્તારમાં મ્યુનિસિપલ
કોર્પોરેશનના હાઉસીંગ પ્રોજેકટ વિભાગ તરફથી ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-૪૨ના ફાયનલ પ્લોટ નંબર-૨૭૬ ઉપર પ્રધાનમંત્રી આવાસ
યોજના હેઠળ રુપિયા ૩૭.૨૬ કરોડના રીવાઈઝ અંદાજ સાથે આર્થિક નબળા વર્ગના લાભાર્થીઓ
માટે ૬૩૦ આવાસ બનાવવા ૭ ઓકટોબર-૨૦૧૬ના રોજ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.૧૦
માર્ચ-૨૦૧૭થી આ પ્રોજેકટની કામગીરી શરુ કરવામાં આવી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનના
સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,
આ પ્રોજેકટ માટે વર્ક ઓર્ડર એમ.વી.ઓમની પ્રોજેકટ(આઈ) લીમીટેડને આપવામાં આવ્યો
હતો.બે વર્ષમાં પ્રોજેકટ પુરો કરવાનો હતો.પરંતુ સમયમર્યાદામાં કોન્ટ્રાકટરે
કામગીરી પુરી ના કરતા શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરુપે રુપિયા ૩.૨૬ કરોડની રીકવરી
કરી આ પ્રોજેકટની મારુતી ઈન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડને કામગીરી સોંપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસીંગ વિભાગની
બેદરકારીના કારણે બે વર્ષમાં જે પ્રોજેકટ પુરો કરવાનો હતો એ ૫૬ મહિના બાદ પણ પુરો
કરી શકાયો નથી.હાલમાં આ પ્રોજેકટની કામગીરી ખોરંભે પડી હોવાનું પણ જાણવા મળ્યુ
છે.કોન્ટ્રાકટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના મેળાપીપણાના કારણે એક તો
બે વર્ષમાં પુરો થનારો આ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ બનાવાનો પ્રોજેકટ
હજુ પણ કેટલા સમયમાં પુરો થશે એ અંગે મ્યુનિસિપલ તંત્રમાં ફરજ બજાવતા કોઈ અધિકારી
મગનું નામ મરી પાડવા તૈયાર નથી.બીજી તરફ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઘરનું ઘર
મેળવવાનું સપનુ કયારે સાકાર થશે એ પણ એક મોટો પ્રશ્ન છે.
કોન્ટ્રાકટર ભાવવધારો માંગશે એટલે પ્રોજેકટ કોસ્ટ વધશે
વર્ષ-૨૦૧૭માં ૬૩૦ આવાસ બનાવવાના પ્રોજેકટની કામગીરી શરુ
કરવામાં આવી એ સમયે પ્રોજેકટની અંદાજીત કોસ્ટ રુપિયા ૩૭.૨૬ કરોડ અંદાજવામાં આવી
હતી.બે વર્ષમાં પુરો કરવાનો પ્રોજેકટ ૫૬ મહિના બાદ પણ પુરો કરી શકાયો નથી.અગાઉના
કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરી બીજા કોન્ટ્રાકટરને આવાસ પ્રોજેકટની કામગીરી સોંપાઈ
છે.જે હવે નવા એસ.ઓ.આર.મુજબ તથા વધતા જતા સિમેન્ટ,સ્ટીલ સહિતની ચીજોનો ભાવ વધારો માંગશે આ કારણથી આ
પ્રોજેકટની કોસ્ટ વધી જશે.
કોન્ટ્રાકટરે સાઈટ ઉપર કોઈ પ્રકારનું સાઈન બોર્ડ લગાવ્યુ
નથી
મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમ મુજબ,શહેરમાં મ્યુનિ.તંત્ર
તરફથી આપવામાં આવતા વર્કઓર્ડર બાદ જે તે કામના કોન્ટ્રાકટરે સાઈટ ઉપર તેનુ નામ,પ્રોજેકટની વિગત, કેટલા સમયમાં
પ્રોજેકટ પુરો કરવાનો છે સહિતની વિગત દર્શાવતુ સાઈન બોર્ડ મુકવુ જરુરી છે.આમ છતાં
કોન્ટ્રાકટર દ્વારા સાઈટ ઉપર કોઈ પ્રકારનું સાઈન બોર્ડ લગાવ્યુ ના હોવાનું
સૂત્રોમાંથી જાણવા મળે છે.
[ad_2]
Source link
Leave a Reply