[ad_1]
સુરત, તા. 23 નવેમ્બર 2021 મંગળવાર
સુરતના પ્રવેશ દ્વાર એવા વરાછા રોડ થી શહેરમાં આવતા રેલવે ગરનાળા ની બાજુમાં બોટલનેક દૂર કરવા રેલવે વિભાગે પાલિકાને લીઝ પર જગ્યા ફાળવી છે. લાંબા સમયથી આ જગ્યાની માંગણી થતી હતી પરંતુ હાલમાં રેલવે વિભાગે મંજુરી આપતા જગ્યાનો કબજો મળ્યો છે. જોકે આ બોટલનેક દૂર કરવા માટે પાલિકાએ રેલવે વિભાગને 2 કરોડ 83 લાખ ચૂકવવા પડયા છે.
સુરતના સુર્યપુર ગરનાળા પાસે આવેલા પોદર આર્કેટ પાસે થતાં બોટલ નેક ને કારણે અનેક અકસ્માત થઈ ચૂક્યા છે. આ બોટલનેક દૂર કરીને રસ્તો બનાવવા માટે લાંબા સમયથી માંગણી થતી હતી. પૂર્વ ટીપીચેરમેન કાંતી ભંડેરી એ ભૂતકાળમાં માંગણી કરી હતી. પરંતુ ત્યારે આ સમસ્યાનો હલ આવ્યો નહોતો. હાલમાં સ્થાયી સમિતિના સભ્ય દક્ષેશ માવાણી એ સ્થાયી સમિતિમાં આ અંગેની રજૂઆત કરવા સાથે પાલિકાને સાથે રાખી રેલ્વે વિભાગમાં પણ રજૂઆત કરી હતી. થોડા સમય પહેલાં જ સુરતના સાંસદ દર્શના જરદોશ રેલ મંત્રી બન્યા બાદ સુરતની આ સમસ્યાનો હલ આવ્યો છે.
રેલવે વિભાગે પોદાર આર્કેડ પાસેની 301 ચોરસ મીટરની જગ્યા નો રસ્તામાં વિકાસ કરવા માટે ની પાલિકાની રજુઆતને મંજૂરી આપી હતી. 301 ચોરસ મીટર જગ્યાનો 35 વર્ષ સુધી વપરાશ કરવા માટે પાલિકાએ રેલવે વિભાગને 2.83 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી છે. આ રકમ ચૂકવાયઆ રકમ ચૂકવાય બાદ આજે પાલિકાને પ્રત્યક્ષ કબજો મળ્યો છે.
કબજો મળતાની સાથે પાલિકાએ બોટલનેક દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરીને કારણે રોડ પહોળો થશે અને થતા અકસ્માત અટકશે. આ બોટલ નેક ના દબાણ દૂર કરવા સાથે જગ્યાનો કબજો મળતા પાલિકાએ ફોટોસેશન પણ કર્યો હતો.
[ad_2]
Source link
Leave a Reply