[ad_1]
કોરોનાના ભયમાંથી વિદ્યાર્થી-વાલીઓને બહાર કાઢવા પાલનપોરની શાળાએ બેક ટુ નોર્મલ કાર્યક્રમ કર્યો
સુરત, તા. 24 નવેમ્બર 2021 સોમવાર
સુરત મહાનગરપાલિકાની એક શાળામાં 20 માસ બાદ સ્કુલ આવેલા વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધારવા માટે બેક ટુ નોર્મલનો અનોખો કાર્યક્રમ કર્યો હતો. સમિતિના સ્કુલના શિક્ષક- આચર્યએ શાળામાં આવતાં વિદ્યાર્થીઓનું ગ્રાન્ડ વેકલમ કરતાં મુંઝાયેલા બાળકો ઝુમી ઉઠયા હતા. આટલું જ નહીં વેલકમ સાથે સાથે બાળકોને કોરોનાથી રક્ષણ આપવા માટે સ્કુલ દ્વારા દાતાઓની મદદથી વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઈઝર સાથે સ્કુલની કીટ પણ ગીફ્ટ કરવામાં આવી હતી.
શાળાનો આ પ્રયાસ જોઈને વિદ્યાર્થી સાથે વાલીઓનો ડર પણ દુર થયો છે. ગુજરાતમાં 20 માસ બાદ 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ શરૃ થયુ છે પરંતુ પહેલાં બે દિવસ હાજરી પાંખી જોવા મળી હતી.
હજી પણ કેટલાક વાલીઓને કોરોનાનો ડર સતાવી રહ્યો છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પાલનપોર ખાતેની શાળા ક્રમાંક 318 દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓનો કોરોનાનો ડર દુર કરીને બાળકો ફરીથી પ્રત્યક્ષ શિક્ષણ માટે જોડાય તે માટે અનોખો પ્રયાસ કરવામા આવ્યો હતો.
શાળાના આચાર્ય વિજય ઝાંઝરૃકીયાએ અન્ય શિક્ષકો સાથે મળીને વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધે તે માટે ધો. 1થી 5ના વિદ્યાર્થીઓના ગ્રાન્ડ વલકમ માટે દાતાઓની મદદ લીધી હતી.
સરકારી શાળાના પ્રવેશદ્વારને ખાનગી શાળાને ટક્કર મારે તેવી રીતે પ્રવેશ દ્વારને ફુગ્ગાઓથી શણગારવામા આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ 20 માસ બાદ શાળામાં આવતાં નાના વિદ્યાર્થીઓનો ડર દુર થાય અને આત્મ વિશ્વાસ વધે તે માટે સાત મોટા લાઈવ એર બબલ વાળા કાર્ટુનના કેરેક્ટર બનાવીને ગોઠવવામાં આવ્યા હતા. આ કાર્ટુન કેરેક્ટર સ્કુલે આવતાં બાળકોને આવકારતાં હતા.
ટીવીમાં દેખાતા કાર્ટુન કેરેક્ટર જોઈને મુંઝાયેલા બાળકો ખુશખુશાલ થઈ ગયાં હતા. આ ઉપરાંત દાતાઓની મદદથી બાળકોને હેન્ડ સેનેટાઈઝર અને માસ્ક પણ આપવામા આવ્યા હતા સાથે સાથે બાળકોનું મોઢું મીઠું કરાવવા ઉપરાંત શૈક્ષણિક કીટ પણ આપી હતી. આ ઉપરાંત વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સેલ્ફી પોઈન્ટ પણ ગોઠવ્યો હતો જ્યાં વાલીઓએ બાળકો અને કાર્ટુન કેરેક્ટર સાથે સેલ્ફી લીધી હતી.
આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર અને સમિતિના સભ્યો પણ જોડાયા હતા. સમિતિની શાળામાં આ પ્રકારનો આવકાર જોઈને વાલીઓનો ડર ઓછો થયો હતો અને વિદ્યાર્થીઓ પણ હળવા મુડમાં બેક ટુ નોર્મલમાં આવી ગયાં હતા.
[ad_2]
Source link
Leave a Reply