[ad_1]
રખડતા ઢોરની સમસ્યા માટે પાલિકા- પશુપાલકો સાથે કકહેવાતા જીવદયા પ્રેમીઓ પણ જવાબદાર
સુરત, તા. 26 નવેમ્બર 2021 શુક્રવાર
સુરતમાં રખડતા ઢોરની સમસ્યા માટે પશુપાલકો અને પાલિકા તંત્ર સાથે સાથે કેટલાક કહેવાતા જીવદયા પ્રેમીઓ પણ જવાબદાર છે. પશુ પાલકો પોતાના પશુઓને જાહેર રસ્તા પર છોડી દે છે અને પાલિકા તંત્ર આવા રખડતા ઢોર સામે કડક કાર્યવાહી કરતી ન હોવાથી સતત અકસ્માતનો ભય રહેલો છે.
આ સમસ્યા ઓછી હોય તેમ કેટલાક કહેવાતા જીવદયા પ્રેમીઓ જાહેર રસ્તા અને સર્કલમાં જ ચણ અને ઘાંસ અને વધેલો ખોરાક નાંખતાં પારાવાર ગંદકી થઈ રહી છે અને રસ્તા પર પશુઓ ભેગા થઈ રહ્યાં છે. જેના કારણે લોકો જ્યાં ચણ ઘાંસ ફેકાઈ રહ્યું છે ત્યાની ગંદકીના કારણે આશપાસના લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.
સુરત મ્યુનિ. તંત્રએ રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે એક માસમાં 1149 જેટલા પશુઓને ઝડપીને 10.74 લાખ રૃપિાયનો દંડ વસુલ કરવામા આવ્યો હતો. પાલિકાની આવી કામગીરી છતાં પણ સુરતમાં રખડતા ઢોરની સમસ્યા ઘટવાના બદલે વધી રહી છે. સુરતના પાલનપોર વિસ્તારમાં સાઈર્તર્થ ચાર રસ્તા સહિત કેનાલ રોડ પર રખડતા ઢોરની સમસ્યા સૌથી વધુ છે. આ વિસ્તારમાં આ સમસ્યા માટે લોકો પણ જવાબદાર છે.
આ વિસ્તારમાં કેટલાક કહેવાતા જીવદયા પ્રેમીઓ બાઈક કે કારમાં આવીને સર્કલ ઘરનો વધેલો ખોરાક, ચણ કે ઘાસ જેવી વસ્તુ લાવીને જાહેર રસ્તા પર જ નાંખવામા આવે છે અને સર્કલમાં મુકી દેવામાં આવે છે. જેના કારણે આ સર્કલ પર ઢોરનો જમાવડો થઈ જાય છે અને વાહન ચાલકોને વાહન ચલાવવાની પણ મુશ્કેલી પડી રહી છે. આ જગ્યાએ ઢોરની અડફેટમાં અનેક ટુ વ્હીલર ચાલક આવી રહ્યાં છે. આટલું જ નહીં પરંતુ અહી પારાવાર ગંદકી થતી હોવાના કારણે આસપાસના લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.
આ જગ્યાએ પાલિકાના સફાઈ કામદારો સફાઈ કરીને જાય કે થોડા જ સમયમાં કહેવાતા જીવદયા પ્રેમીઓ ફરીથી વધેલો ખોરાક ફરી નાંખી જાય છે તેથી ફરીથી ગંદકી થઈ રહી છે. આવી સમસ્યા દુર કરવા માટે પાલિકા તંત્ર પણ કોઈ જાતની કામગીરી કરતી ન હોવાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.
[ad_2]
Source link
Leave a Reply