[ad_1]
– લોકોને ઇન્ડોર કાર્યક્રમમાં માસ્ક ફરજિયાત રાખવાની તાકીદ કટુ પાલિકા તંત્ર મૌન
– લિંબાયતના ધારાસભ્યએ ઓફિસની બહાર માસ્ક વિનાના કાર્યકરો સાથે ફોટોસેશન કરાવ્યું , આ નિયમના અમલ માટે પાલિકા પોલીસના બેવડા ધોરણ થી રોષ
પ્રતિનિધિ દ્વારા સુરત રવિવાર
સુરતમાં વધતા જતા કોરોના ના કેસ ની કારણે ત્રીજી લહેર ના ભણકારા વાગી રહ્યા છે. જેની સામે તકેદારી રાખવાને બદલે ભાજપના પ્રશિક્ષણ શિબિર અને કાર્યક્રમો માસ્ક વિનાના જોવા મળી રહ્યા છે. ભાજપના નેતા અને કાર્યકરોની આ બેદરકારીને કારણે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
સુરત ભાજપ દ્વારા કોરોના નિયમોને બંધ કરીને અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાં કોરોના ની ગાઇડ લાઇનનો ભંગ થતાં ભાજપના કેટલાક નેતાઓએ કોરોના પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ, સુરત શહેર મહામંત્રી, ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય બાદ સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પણ પોઝિટિવ આવ્યા છે. ભાજપના નેતાઓમાં પોઝિટિવ આવવાનું શરૂ થયા પછી પણ ભાજપ રાજકીય કાર્યક્રમમાં કોરોના ની ગાઈડલાઈન ઉલ્લંઘન કરી રહી છે.
સુરત મ્યુનિસિપલ કમિશ્નરે ચારેક દિવસ પહેલા લોકોને ઇન્ડોર કાર્યક્રમ અને ઓફિસમાં માસ ફરજિયાત પહેરવા માટે તાકીદ કરી હતી. અને જો નિયમોનું પાલન ન કરે તો પાલિકા આકરા પગલાં ભરશે તેવી ચીમકી પણ આપી હતી.
મહાનગર પાલિકા કમિશનર ની આ સૂચનાને અવગણીને ભાજપ દ્વારા આજે પણ માસ્ક વિના સંખ્યાબંધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ ના ઓફિસ ખાતે નવા વર્ષની શુભેચ્છા મુલાકાત નું આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં લિંબાયત વિભાગના વોર્ડ પ્રમુખ અને મહા મંત્રીઓ ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં ફોટોસેશન પણ કરાયું હતું અને ધારાસભ્ય સહિત બધા જ કાર્યકરો માસ્ક જોવા મળ્યા હતા.
આવી જ રીતે રાંદેર ઝોન અને કતારગામ ઝોનમાં પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ ભાજપના કાર્યકરોમાં માસ્ક વિના જોવા મળ્યા હતા. સુરત ભાજપ દ્વારા મહાનગર પાલિકા કમિશનરે ઇન્ડોર કાર્યક્રમમાં માસનો પહેરે તો પગલાં ભરવાની સૂચના અને પડકાર હોય પેમ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવી રહ્યો છે.
સામાન્ય લોકો નું માસ્ક નાક નીચે હોઈ તો પણ પગલા ભરતા અને દંડ કરાવતા પાલિકા અને પોલીસ તંત્ર સામે ભાજપના નેતાઓ જ પડકાર ફેંકી રહ્યા છે. કોરોનાના ગાઈડ લાઈન નો અમલ કરાવવા પાલિકા અને પોલીસ ના બેવડાં ધોરણ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
[ad_2]
Source link