[ad_1]
સુરત, તા. 29 નવેમ્બર 2021 સોમવાર
સુરતમાં કોરોનાનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે. બીજા ડોઝ માટે પાલિકાએ તેલ આપવાનું નક્કી કરાયા બાદ ચાર દિવસમાં દોઢ લાખથી વધુ લોકો બીજો ડોઝ લઈને તેલ લઈ ગયા છે.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં છ લાખ લોકો એવા છે કે જેઓએ પહેલો ડોઝ લીધો હોય અને 84 દિવસ થઈ છતાં બીજો ડોઝ લીધો નથી. આવા લોકોને વેક્સીનેશન સેન્ટર સુધી લાવવા માટે પાલિકાએ અનેક પ્રયાસ કર્યા પરંતુ સફળતા મળી ન હતી.
પાલિકાએ એક એનજીઓ સાથે બીજો ડોઝ લેનાર વ્યક્તિને એક લીટર તેલ આપવાનું નક્કી કર્યું હતું. જેને કારણે બીજો ડોઝ લેવામાં થોડી ઝડપ જોવા મળી રહી છે. ગઈકાલે રજાના દિવસે પણ 19 હજાર લોકોએ બીજો ડોઝ લીધો હતો. ચાર દિવસમાં પાલિકાની આ યોજનાને કારણે દોઢ લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે અને તેલ લઈ ગયા છે.
[ad_2]
Source link
Leave a Reply